Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા શરૂ, તીર્થયાત્રીઓનો પહેલો જથ્થો રવાના

નુનવાન આધાર શિબિરથી 2750 તીર્થયાત્રીઓનો એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલય સ્થિત ગુફા મંદિર માટે રવાના થવાની સથે જ વાર્ષિક અમરનાથ યાત્રા ગુરુવારથી શરૂ થઈ ગઈ. 

Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા શરૂ, તીર્થયાત્રીઓનો પહેલો જથ્થો રવાના

નુનવાન: નુનવાન આધાર શિબિરથી 2750 તીર્થયાત્રીઓનો એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલય સ્થિત ગુફા મંદિર માટે રવાના થવાની સથે જ વાર્ષિક અમરનાથ યાત્રા ગુરુવારથી શરૂ થઈ ગઈ. ડે.કમિશનર પિયુષ સિંગલાએ અનંતનાગ જિલ્લના પહેલગામમાં નુનવાન બેસ કેમ્પથી તીર્થયાત્રીઓના જથ્થાને લીલી ઝંડી દેખાડીને રવાના કરી. સિંગલાએ જણાવ્યું કે 43 દિવસની તીર્થયાત્રાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત  કરવા માટે તમામ ઈન્તેજામ કરવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે અમારી કોશિશ એ સુનિશ્ચિત કરવાની છે કે તીર્થયાત્રીઓ સુરક્ષિત મહેસૂસ કરે અને શાંતિપૂર્ણ રીતે મંદિરની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરી શકે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બુધવારે સવારે જમ્મુ શહેરના ભગવતી નગર આધાર શિબિરથી વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4890 તીર્થયાત્રીઓના પહેલા જથ્થાને કાશ્મીરના પહેલગામ અને બાલટાલ બેસ કેમ્પ માટે રવાના કર્યા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2022

અધિકારીએ જણાવ્યું કે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે પ્રાકૃતિ રીતે બનેલા બરફના શિવલિંગના ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે તીર્થયાત્રીઓની સંખ્યા સામાન્ય કરતા વધુ હોવાની આશા છે કારણ કે આ યાત્રા લગભગ ત્રણ વર્ષ બાદ આયોજિત થઈ રહી છે. 

નોંધનીય છે કે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ રદ થયા બાદ અમરનાથ યાત્રા અધવચ્ચે સ્થગિત કરાઈ હતી. જ્યારે વર્ષ 2020 અને 2021માં કોવિડ મહામારીના કારણે યાત્રાનું આયોજન થયું નહતું. અમરનાથ યાત્રા 11 ઓગસ્ટ રક્ષાબંધનના રોજ પૂરી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news