Maruti Brezza Launch: મારુતિની આ ગાડી માર્કેટમાં પડાવશે બૂમ! શાનદાર સનરૂફ અને ગજબની સુવિધાઓ

આ વર્ષની મોસ્ટ અવેટેડ મારુતિની નવી બ્રેઝા કાર બની ગઈ છે. આ વખતે કંપનીની આ કોમ્પેક્ટ એસયુવીમાં ઘણું બધું નવું છે. ઘણા યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની આ પહેલી  કાર છે જેમાં સનરૂફની સુવિધા મળી છે. કંપનીએ આ નવી બ્રેઝામાં બ્લેક કલરનું ઈલેક્ટ્રિક સનરૂપ આપેલું છે. 

Maruti Brezza Launch: મારુતિની આ ગાડી માર્કેટમાં પડાવશે બૂમ! શાનદાર સનરૂફ અને ગજબની સુવિધાઓ

નવી દિલ્લીઃ આજના આધુનિક યુગમાં એકથી એક ચડિયાતી કાર માર્કેટમાં આવી રહી છે. જેમાં હવે મારુતિ સુઝુકી ઈન્ડિયાની લોકપ્રિય એસયુવી બ્રેઝાનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી લોકો આ કારની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે આવો જાણીએ નવી બ્રેઝામાં શું ખાસ છે અને તેની કિંમત કેટલી છે

માર્કેટમાં આગ લગાવવા આવી આ નવી કાર:
આ વર્ષની મોસ્ટ અવેટેડ મારુતિની નવી બ્રેઝા કાર બની ગઈ છે. આ વખતે કંપનીની આ કોમ્પેક્ટ એસયુવીમાં ઘણું બધું નવું છે. ઘણા યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની આ પહેલી  કાર છે જેમાં સનરૂફની સુવિધા મળી છે. કંપનીએ આ નવી બ્રેઝામાં બ્લેક કલરનું ઈલેક્ટ્રિક સનરૂપ આપેલું છે. 

સ્માર્ટ હાઇબ્રિડનો છે ખાસ ઓપ્શન:
મારૂતિએ વિરાટ શબ્દ હટાવી માત્ર બ્રેઝા નામથી જ આ કારને લોન્ચ કરી છે.મારુતિએ આ કારને વર્ષ 2016માં પહેલીવાર લોન્ચ કરી હતી. ત્યારે માત્ર ડિઝલ એન્જિનનો જ ઓપ્શન તેમા મળતો હતો. ત્યારે બાદ કંપનીએ તેને પેટ્રોલ વર્ઝનમાં અપગ્રેડ કર્યું હતું. ત્યારે હવે નવી બ્રેઝા પેટ્રોલ મોડલમાં રજૂ કરવામાં આવી છે જેમાં સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજીનો વિકલ્પ પણ મળશે.

હાથી કરતા પણ વધુ છે તાકાત:
નવી બ્રેઝા 1.5-લિટર ડ્યુઅલ જેટ કે-સિરીઝ પેટ્રોલ એન્જિન સાથે માર્કેટમાં એન્ટ્રી કરી છે. આ એન્જિન કંપનીએ નવી Ertiga અને XL6માં આપ્યું છે. જે 101 BHP મેક્સ પાવર અને 137 NM પીક ટોર્ક મળે છે. નવી બ્રેઝામાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. એટલું જ નહીં ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં પેડલ શિફ્ટરની સુવિધા પણ મળે છે.

મારુતિની કોઈ કારમાં નથી આવી સુવિધા:
મારુતિની તમામ કારમાંથી પ્રથમ વખત બ્લેક કલરમાં ઈલેક્ટ્રિક સનરૂફની સુવિધા મળી છે. હાલમાં જ લોન્ચ થયેલી બલેનો ફેસલિફ્ટમાંથી ઘણી સુવિધા બ્રેઝામાં અપગ્રેડ કરાઈ છે. 9-ઇંચની ફ્લોટિંગ સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, હેડ અપ ડિસ્પ્લે અને 360-ડિગ્રી વ્યૂ કેમેરાની સુવિધાનો સમાવેશ થાય છે. આ સિવાય આ કારમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ સાથે આવશે.

આ ફિચર્સ કારને બનાવે છે ખાસ:
બ્રેઝા કારમાં સરાઉન્ડ સાઉન્ડ સેન્સ ઓડિયો ટેક્નોલોજી સાથે કેબિનમાં એમ્બિયન્સ મૂડ લાઇટિંગ, વાયરલેસ ચાર્જિંગની સુવિધાઓ પણ મળે છે. નવ રંગમાં તૈયાર થયેલી આ કારમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ વોઈસ કંટ્રોલનું કામ કરશે. પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, મેગ્મા ગ્રે, સિઝલિંગ રેડ, બ્રેવ ખાખી અને એક્સ્યુબરન્ટ બ્લુ જેવા રંગોમાં આ કાર મળશે. તો બ્રેઝા કારના તેના LXi, VXi, ZXi અને ZXi Plus વર્ઝન પણ ભવિષ્યમાં આવશે.

સલામતીમાં નંબર-1 છે બ્રેઝા:
ચાલક અને કારમાં બેઠેલા વ્યક્તિઓની સલામતીનું કંપનીએ નવી બ્રેઝામાં ઝીણવટ પૂર્વક ધ્યાન રાખ્યું છે. હિલ હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, એબીએસ, રિયર પાર્કિંગ કેમેરા, સેન્સર્સ, 6 એરબેગ્સના વિકલ્પ સાથે સ્પીડ મોનિટર જેવી લગભગ 40 કનેક્ટેડ કારમાં સુવિધા આપવામાં આવી છે. જેથી કારમાં બેઠેલા લોકોની સુરક્ષા પર કોઈ સવાલ નહીં થાય.

એવરેજમાં પણ છે આ નવી કાર:
નવી બ્રેઝામાં ડ્યુઅલ જેટ અને ડ્યુઅલ વીવીટી ટેક્નોલોજી છે. જેના કારણે નવી બ્રેઝા કાર એક લીટર પેટ્રોલમાં 20.15 કિલો મીટર ચાલશે. જે ખુબ જ સારી એવરજ ગણી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news