Amarnath Yatra 2022: હવે એક જ કરી શકાશે અમરનાથ યાત્રા, હેલિકોપ્ટર બુકિંગ પોર્ટલ શરૂ; આવી રીતે ઉઠાવો લાભ
Amarnath Yatra Helicopter Service: અમરનાથ યાત્રા માટે હવે લોકોને ભારે ભરખમ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. યાત્રીઓ ઘરે બેઠા બેઠા અમરનાથ યાત્રાનું સમગ્ર પ્લાનિંગ કરી શકે છે. તેના માટે ઓનલાઈન હેલીકોપ્ટર બુકિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
Online Registration for Amarnath Yatra 2022: અમરનાથ જતા યાત્રાળુંઓ માટે એક ખુશખબર સામે આવી રહ્યા છે. અમરનાથ યાત્રા માટે હવે લોકોને ભારે ભરખમ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. યાત્રીઓ ઘરે બેઠા બેઠા અમરનાથ યાત્રાનું સમગ્ર પ્લાનિંગ કરી શકે છે. તેના માટે ઓનલાઈન હેલીકોપ્ટર બુકિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ ઔર શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ અમરનાથ યાત્રા માટે બુકિંગ પોર્ટલ લોન્ચ કર્યું.
ઉપરાજ્યપાલે કર્યું ટ્વીટ
સેવાનો શુભારંભની જાહેરાત કરવા માટે મનોજ સિન્હાએ ટ્વીટરનો સહારો લીધો. તેમણે લખ્યું છે કે શ્રી અમરનાથજી યાત્રા માટે ઓનલાઈન હેલીકોપ્ટર બુકિંગ સેવા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. પહેલી વખત શ્રદ્ધાળુઓ સરળતાથી શ્રીનગરના પંચતરણી સુધી સરળતાથી યાત્રા કરી શકે છે અને એક જ દિવસમાં પવિત્ર યાત્રા પુરી કરી શકે છે.
અહીં કરી શકો છો રજિસ્ટ્રેશન
સિન્હાએ જણાવ્યું છે કે શ્રીનગરથી તીર્થયાત્રીઓ માટે હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરવા માટે સરકાર લાંબા સમયથી કોશિશ કરી રહી હતી. તેમણે જણાવ્યું કે, ભક્ત શ્રાઈન બોર્ડની વેબસાઈટ (http://www.shriamarnathjishrine.com) પર હેલિકોપ્ટર બુક કરવા માટે લોગ ઈન કરી શકો છો.
સુરક્ષા દળોએ યાત્રા માર્ગની લીધી મુલાકાત
એક દિવસ પહેલા જમ્મુ ક્ષેત્રની વધારાની પોલીસ મહાનિદેશક મુકેશ સિંહે પ્રશાસન, પોલીસ, ટ્રાફિક પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના વરિષ્ઠ અધિકારીઓની સાથે યાત્રા માર્ગની મુલાકાત કરી હતી. તેમણે રામબનના બટોટે નગરમાં રેન્જ હેડક્વાર્ટર ખાતે સુરક્ષા વ્યવસ્થાની પણ મુલાકાત કરી. આ ટીમે નાશરી, ચંદ્રકોટ અને બનિહાલની પણ મુલાકાત લીધી હતી અને ભક્તોના ભોજન અને રહેવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
VHPએ જણાવી આ વાત
જ્યારે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ જણાવ્યું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા ઘટના મુક્ત હશે. સરકારે નવા પગલા લીધા છે અને વિશ્વાસ છે કે નિર્દોષોના જીવનની રક્ષા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે