કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટરમાં આયોજીત સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
Bhuj Smritivan : ગુજરાત અને સમગ્ર દેશ માટે આજની ઘડી રે રળિયામણી બની છે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ મળ્યો છે. UNESCO ખાતે દર વર્ષે આપવામાં આવતા આ પુરસ્કાર થકી ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.