ભારત-ચીન સૈનિકો વચ્ચે કમાન્ડર સ્તાની ચર્ચા આવતીકાલે, ચીનની સીમામાં થશે મીટિંગ

ભારત અને ચીની સૈનિકોની વચ્ચે કમાન્ડર સ્તરની ચર્ચા આવતીકાલે 6 જૂનના રોજ 8 વાગ્યાની આસપાસ થશે. જોકે આ હવામાન પર નિર્ભર કરશે. જો હવામાન ઠીક રહે છે, ત્યારે આ મીટિંગ થશે. ભારત તરફથી લગભગ 10 લોકો આ ચર્ચામાં ભાગ લેશે. આ મીટિંગ ચીનની સીમામાં Moldoમાં થવાની છે. 

ભારત-ચીન સૈનિકો વચ્ચે કમાન્ડર સ્તાની ચર્ચા આવતીકાલે, ચીનની સીમામાં થશે મીટિંગ

નવી દિલ્હી: ભારત અને ચીની સૈનિકોની વચ્ચે કમાન્ડર સ્તરની ચર્ચા આવતીકાલે 6 જૂનના રોજ 8 વાગ્યાની આસપાસ થશે. જોકે આ હવામાન પર નિર્ભર કરશે. જો હવામાન ઠીક રહે છે, ત્યારે આ મીટિંગ થશે. ભારત તરફથી લગભગ 10 લોકો આ ચર્ચામાં ભાગ લેશે. આ મીટિંગ ચીનની સીમામાં Moldoમાં થવાની છે. 

આવતીકાલે 6 જૂનના રોજ ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની ચર્ચા થશે. લેહ સ્થિત 14મા કોરના કમાંડર બરાબર સ્તરના ચીની અધિકારી સાથે ચર્ચા કરશે. આ પહેલાં ભારત અને ચીની સેનાના બ્રિગેડર સ્તરની વાતચીતમાં કોઇ સમાધાન નિકળી શક્યું નથી.

લદ્દાખમાં પેગાંગ ઝીલના કિનારે અને ગલવાન વૈલીમાં ગત એક મહિનાથી બંને દેશોની સેનાઓ આમને-સામને છે. ડોકલામમાં 2017માં બંને દેશો વચ્ચે 73 દિવસ સુધી ચાલનાર તણાવ બાદ પહેલીવાર લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી (LAC) પર આટલા લાંબા સમય સુધી સૈનિક ગતિરોધ થયો છે. 

સૂત્રોનું કહેવું છે કે ભારતનું વલણ બે વાતો પર બિલકુલ સ્પષ્ટ છે કે તેનાથી કોઇપણ પ્રકારનો કરાર થઇ શકે નહી. પહેલી-એલએસી પર ઇંફ્રાસ્ટ્રકચરનું કામ અટકશે નહી ના તો ધીમું કરવામાં આવે અને બીજી વાત કે ચીનને અત્યારે કોઇપણ કિંમત પર આગળ વધવા દેવામાં નહી આવે. ગલવાન વૈલી પૂર્વી લદ્દાખના અક્સાઇ ચિનના બહારી ભાગોને લાગેલી છે.

ગલવાન નદી કારાકોરમના પૂર્વી ભાગથી નિકળીને અક્સાઇ ચીનના મેદાનોમાં વહે છે અને પચેહે શ્યોક સાથે મળે છે. ભારતના લદ્દાખના સૌથી દૂર સ્થિત દૌલત બેગ ઓલ્ડી વિસ્તાર સુધી પહોંચનાર દુરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી અથવા ડીએસ-ડીબીઓ રોડ ગત વર્શે ખોલી દીધી છે. તેનાથી દૌલત બેગ ઓલ્ડી સુધી સૈનિક અને સાજોસામાન મોકલવો ખૂબ સરળ થઇ જશે. 

જો ચીન ગલવાન વૈલીમાં આગળ આવે છે તો આ રોડ ખતરામાં પડી જશે અને ચીન માટે દૌલત બેગ ઓલ્ડીને કાપવો સરળ થઇ જશે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ચીનની સાથે સીમા-વિવાદ વાતચીત દ્વારા ઉકેલવા માટે ઇચ્છુક છે. તેના માટે ઘણા સ્તરે વાતચીત ચાલી રહી છે પરંતુ ચીન અત્યાર સુધી પોતાની વિસ્તારવાદી નીતિ છોડવા માટે તૈયાર નથી. સેના ઉપરાંત કૂટનીતિક સ્તર પર પણ ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે પરંતુ અત્યાર સુધી કોઇ સમધાન નિકળી શક્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news