હવે CCTV પર ટકરાવ, કેજરીવાલે જનતાની સામે એલજીનો રિપોર્ટ ફાડ્યો
કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે જનતાને પૂછ્યુ શું સીસીટીવી માટે લાઇસન્સ હોવું જોઈે. આ સવાલ બાગ કેજરીવાલે કહ્યું કે જનતાની મરજી છે આ રિપોર્ટ ફાડી દેવો જોઈએ અને આમ કરતા તેમણે મંચ પર જ એલજી દ્વારા રચિત કમિટીનો રિપોર્ટ ફાડી દીધો.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ છતા દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અધિકારોને લઈ ટકરાવ દૂર થયો નથી. હવે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે સીસીટીવી કેમેરો સાથે જોડાયેલો ઉપરાજ્યપાલનો રિપોર્ટ ફાડી નાખ્યો છે.
રવિવારે સીએમ કેજરીવાલ રાજધાની દિલ્હીમાં સીસીટીવી કેમેરા લગાવવા પર RWA અને માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમને સંબોધિત કરતા હતા. આ દરમિયાન તેમણે સીસીટીવી કેમેરા સાથે જોડાયેલો ઉપરાજ્યપાલ દ્વારા રચિત કમિટીના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો દિલ્હીમાં કોઇ સીસીટીવી લગાવે તો તેણે દિલ્હી પોલીસ પાસેથી લાઇસન્સ લેવું પડશે. કમિટીના આ નિયમનો વિરોધ કરતા કેજરીવાલે કહ્યું કે, સીસીટીવી લગાવવા માટે લાયસન્સનો અર્થ છે તે પૈસા આપો અને લાયસન્સ લઈ આવો.
દિલ્હી પોલીસના ઇરાદા પર સવાલ ઉભા કરતા અરવિંદ કેજરીવાલે તે પણ કહ્યું કે, સીસીટીવી ક્યાં લાગશે તે પોલીસ નહીં પરંતુ મહિલાઓ અને માર્કેટ એસોસિએશન નક્કી કરશે. મંચ પરથી ભાષણ આપતા કેજરીવાલે જનતાને પૂછ્યુ શું સીસીટીવી માટે લાયસન્સ હોવું જોઈએ. જનતાએ પણ નામાં જવાબ આપ્યો.
#WATCH: Delhi CM Arvind Kejriwal tears a report of a Lieutenant Governor committee on CCTV cameras in Delhi saying, ''Janta ki marzi hai ki is report ko phaad do. Janta janardan hai jantantra mein" pic.twitter.com/eE5FYSJtJ3
— ANI (@ANI) July 29, 2018
ત્યારબાદ કેજરીવાલે જનતાને પૂછ્યુ કે રિપોર્ટની સાથે શું કરવું જોઈએ અને તેમણે તેને જનતાની મરજીનો હવાલો આપતા મંચ પરથી એલજી દ્વારા રચિત કમિટીના રિપોર્ટના બે કટકા કરી દીધા. કેજરીવાલે રિપોર્ટને ફાડતા તે પણ કહ્યું કે જનતંત્રમાં જનતા જનાર્દન હોય છે.
મહત્વનું છે કે, દિલ્હીમાં સીસીટીવી લગાવવા અરવિંજ કેજરીવાલના સૌથી મોટો ચૂંટણી મુદ્દામાંથી એક છે. પરંતુ સરકાર બન્યાના ત્રણ વર્ષ કરતા વધુ સમય પસાર થવા છતા આ વાયદો પૂરો થઈ શક્યો નથી અને આમ આદમી પાર્ટી તેના માટે કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ પર ઠીકરૂ ફોડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે