Drugs Case માં મોટો વળાંક, આ નેતાએ નવાબ મલિક પર 100 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો

ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન ભલે મળી ગયા પરંતુ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના નિવેદનોના કારણે આ કેસ ચર્ચામાં છે

Drugs Case માં મોટો વળાંક, આ નેતાએ નવાબ મલિક પર 100 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો

મુંબઈ: ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન ભલે મળી ગયા પરંતુ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના નિવેદનોના કારણે આ કેસ ચર્ચામાં છે. હવે ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજે નવાબ મલિક પર 100 કરોડનો બદનક્ષીનો દાવો ઠોક્યો છે. 

નવાબ મલિક પર 100 કરોડનો બદનક્ષીનો દાવો માંડ્યો
છેલ્લા કેટલાક દિવસથી નવાબ મલિક સતત ભાજપના નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા હતા. મુંબઈ ડ્રગ્સ કેસમાં પણ સતત તેમના પરિવારનું કનેક્શન રજુ કરવામાં આવી રહ્યું હતું. આ કારણે 9 ઓક્ટોબરના રોજ મોહિતે મલિકના નામે એક નોટિસ મોકલી હતી. તે નોટિસમાં ભારપૂર્વક કહ્યું હતું કે પુરાવા વગર માનહાનિકારણ નિવેદનો આપવા ખોટું છે. પરંતુ નવાબ મલિકે તે નોટિસ છતાં પોતાના પ્રહારો ચાલુ રાખ્યા અને 11 ઓક્ટોબરે ફરીથી તેમના પરિવાર પર નિશાન સાધ્યું. 

હવે ભાજપના નેતાએ મલિક વિરુદ્ધ લીગલ એક્શનની તૈયારી કરી  લીધી છે. મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને હાઈકોર્ટમાં નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો કેસ પણ કરવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મોહિતે પોતે જણાવ્યું છે કે તે ભાજપના સભ્ય છે અને તેમનો એક બિઝનેસ પણ છે. પરંતુ નવાબ મલિકના પાયાવિહોણા આરોપોએ તેમની છબી ખરાબ કરવાનું કામ કર્યું છે. 

મલિકે શું કહ્યું હતું?
આ જ કારણે મોહિતે કોર્ટને અપીલ કરી છે કે એક ઓર્ડર બહાર પાડીને નવાબ મલિકને તેમના વિરુદ્ધ કોઈ પુરાવા વગર આવા નિવેદનો આપતા રોકવામાં આવે. વાત જાણે એમ છે કે જ્યારે એનસીબીએ ક્રૂઝ પર દરોડો પાડ્યો અને અનેક લોકોની અટકાયત કરી હતી ત્યારે નવાબ મલિકે કહ્યું હતું કે આઠની જગ્યાએ 11 લોકોને અટકાયતમાં લેવાયા હતા. પરંતુ ત્યારબાદ ભાજપના નેતાનો ફોન આવ્યો અને 3 લોકોને છોડી  દેવાયા. મલિકે તો એવો પણ દાવો કર્યો હતો કે છોડવામાં આવેલા લોકોમાં મોહિતનો સાળો પણ હતો. આ જ કારણે ભાજપના નેતાએ નવાબ મલિક વિરુદ્ધ કાનૂની પગલું ભર્યું છે. નવાબ મલિકે જો કે હજુ સુધી આ માનહાનિ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news