રાષ્ટ્રીય એકતા દિવસ પર PM મોદીનો સંદેશ, 'આપણે એક રહીશું તો જ આગળ વધી શકીશું'

સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને નમન કર્યા. આજે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવી રહ્યો છે.

રાષ્ટ્રીય એકતા દિવસ પર PM મોદીનો સંદેશ, 'આપણે એક રહીશું તો જ આગળ વધી શકીશું'

કેવડિયા: સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને નમન કર્યા. આજે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આ અવસરે એક રેકોર્ડેડ વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કર્યું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય એકતા દિવસ પર  દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ. એક ભારત શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળ જેણે સમર્પિત કરી, એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે દેશભરમાં એક્તાનો સંદેશ લઈને આપણા ઉર્જાવાન સાથીઓ આગળ વધી રહ્યા છે. ભારતની અખંડિતતા પ્રત્યે આપણે દેશના ખૂણે ખૂણે થઈ રહેલા રાષ્ટ્રીય એક્તા દિવસના આયોજનને જોઈ રહ્યા છીએ. 

પીએમ મોદીએ કહ્યું કે સરદાર પટેલજી ફક્ત ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણા દેશવાસીઓના હ્રદયમાં પણ છે. ધરતીના જે ભૂ ભાગ પર આપણે 130 કરોડ ભારતીયો રહીએ છીએ, તે આપણી આત્મા, સપના, આકાંક્ષાઓનો અખંડ ભાગ છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ, પરંપરાઓથી લોકતંત્રનો જે મજબૂત પાયો રચાયો છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે આઝાદ ભારતના નિર્માણમાં બધાનો પ્રયત્ન જેટલો ત્યારે પ્રાસંગિક હતો, તેનાથી અનેક ગણો વધુ આઝાદીના આ અમૃતકાળમાં થવાનો છે. આઝાદીનો આ અમૃતકાળ, વિકાસની અભૂતપૂર્વ ગતિનો છે, કપરા લક્ષ્યાંકો મેળવવાનો છે. આ અમૃતકાળ સરકાર સાહેબના સપનાના ભારના નવનિર્માણનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરતા આજે દેશમાં સામાજિક, આર્થિક અને બંધારણીય એકીકરણનો મહાયજ્ઞ ચાલુ છે. જળ, થળ, નભ, અંતરીક્ષ દરેક મોરચે ભારતનું સામર્થ્ય અને સંકલ્પ અભૂતપૂર્વ છે. પોતાના હિતોની સુરક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર નીકળી પડ્યું છે. 

વધુ વિગતો માટે જુઓ Video

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર સાહેબ આપણા દેશને એક શરીર તરીકે જોતા હતા, એક જીવંત વસ્તુ તરીકે જોતા હતા. આથી તેમના એક ભારતનો અર્થ એ પણ હતો કે જેમાં દરેક માટે એક સમાન તક હોય, એક સમાન સપનું જોવાનો અધિકાર હોય. આજથી અનેક દાયકા પહેલા, તે દૌરમાં પણ, તેમના આંદોલનોની તાકાત એ હતી કે તેમાં મહિલા-પુરુષ દરેક વર્ગ, દરેક પંથની સામૂહિક ઉર્જા લાગતી હતી. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે એક એવું ભારત જ્યાં દલિત, વંચિત, આદિવાસી, વનવાસી દેશના પ્રત્યેક નાગરિક પોતાને સમાન મહેસૂસ કરે. એક એવું ભારત જ્યાં ભેદભાવ ન હોય. બધાને સમાન અધિકાર હોય. આપણી સહકારી સંસ્થા પણ નાના ખેડૂતોને મજબૂત કરે. દૂર દૂર સુધી એક નવો વિશ્વાસ પેદા કરે. નાનામાં નાનું કામ પણ મહાન હોય છે જો તેની પાછળ ભાવના સારી હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news