Asaram Rape Case:આસારામ પાસે છે 10 હજાર કરોડની સંપત્તિ, હવે કોણ હશે અસલી માલિક?

Asaram Bapu Rape Case: ગુજરાતની ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં છે. આસારામ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. જાણો હવો કોણ હશે તેનું વારસદાર.
 

Asaram Rape Case:આસારામ પાસે છે 10 હજાર કરોડની સંપત્તિ, હવે કોણ હશે અસલી માલિક?

નવી દિલ્હીઃ લંપટ આસારામને બળાત્કારના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે..આસારામ  પર બે બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ હતો. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આસારામ પાસે હાલમાં દસ હજાર કરોડથી વધુની સંપત્તિ છે. આવા સંજોગોમાં મનમાં સવાલ ઉઠતો જ હશે કે પિતા-પુત્રના જેલમાં છે તો તેમના કરોડોના સામ્રાજ્યનો માલિક કોણ હશે. તો ચાલો જાણીએ કે પ્રોપર્ટીનો અસલી માલિક કોણ છે.

આસારામના 400થી વધુ આશ્રમો છે. 1500થી વધુ સેવા સમિતિઓ છે. અહીં 17000 થી વધુ બાળ સંસ્કાર કેન્દ્રો છે. આ ઉપરાંત 40 થી વધુ ગુરુકુલો છે. તમામ પ્રોપર્ટીની કિંમત આશરે 10,000 કરોડ રૂપિયા છે. આસારામ બાપુ અને પુત્ર નારાયણને જેલમાં ધકેલી દીધા બાદ આ સંપત્તિની દેખરેખ આસારામની પુત્રી ભારતીશ્રી કરી રહી છે.

સંત શ્રી આસારામજી ટ્રસ્ટ એક સેવાભાવી સંસ્થા છે અને તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે. આસારામની પુત્રી ભારતીશ્રી હવે આ ટ્રસ્ટના મુખ્યાલયમાંથી રોજિંદી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. એટલું જ નહીં, ભારતશ્રી દેશભરમાં ફેલાયેલા આશ્રમોની રોજિંદી કામગીરી અને અર્થવ્યવસ્થાને પોતાના નિયંત્રણમાં રાખે છે. જો કે, તે કોઈ પ્રવચન કરતી નથી.

અમદાવાદમાં આસારામે પોતાનો પહેલો આશ્રમસ્થાપ્યો હતો. ભારતીનો જન્મ 1975માં થયો હતો. વર્ષ 2013માં જ્યારે આસારામની ધરપકડ કરવામાં આવી ત્યારે ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી દેવીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંનેને છોડી દેવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી જ ભારતીએ આ મિલકતોની સંભાળ રાખવાનું શરૂ કર્યું.

આસારામનું પૂરું નામ આસુમલ થૌમલ સિરુમલાણી છે. આસારામનો જન્મ 17 એપ્રિલ 1941ના રોજ બ્રિટિશ ભારતના નવાબશાહ જિલ્લાના બેરાની ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો એક ભાગ છે. માતાનું નામ મહાગરબા અને પિતાનું નામ થૌમલ સિરુમલાણી હતું. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે આસારામનો પરિવાર અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news