Atiq Ahmad Burial: કસારી મસારી કબ્રસ્તાનમાં અતીક અને અશરફના મૃતદેહ દફનાવવામાં આવ્યા, પરિવારજનો રહ્યાં હાજર

Atiq Ahmed Murder News: અતીક અહમદ અને તેના ભાઈ અરશદની ગોળી મારી શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરી દેવામાં આવી હતી. બંને ભાઈઓની પોલીસની હાજરીમાં ગોળીબારી કરી હત્યા કરવામાં આવી હતી. 

Atiq Ahmad Burial: કસારી મસારી કબ્રસ્તાનમાં અતીક અને અશરફના મૃતદેહ દફનાવવામાં આવ્યા, પરિવારજનો રહ્યાં હાજર

પ્રયાગરાજઃ Atiq Ahmad Burial: પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદ (Atiq Ahmad Killed) અને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા. બંનેના મૃતદેહ કસારી મસારી કબ્રસ્તાનમાં આકરી સુરક્ષા વચ્ચે પહોંચ્યા અને પછી પરિવારજનોની હાજરીમાં તેને દફનાવવામાં આવ્યા. આ કબ્રસ્તાનમાં બે દિવસ પહેલાં એનકાઉન્ટરમાં માર્યા ગયેલા અતીકના પુત્ર અસદને પણ દફનાવવામાં આવ્યો હતો. કબ્રસ્તાનની આસપાસ જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા જોવા મળી હતી. આ પહેલાં અતીક અને અશરફનું પોસ્ટમોર્ટ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરોની પેનલે કર્યું હતું. 

ક્રાઈમ બ્રાન્ચ આરોપીની પૂછપરછમાં વ્યસ્ત 
અતીક અને અશરફની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુપી પોલીસ એલર્ટ મોડ પર છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસકર્મીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તેની હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરી રહી છે. પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનમાં બંનેની હત્યા માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2023

બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી
જણાવી દઈએ કે શનિવારે રાત્રે અતીક અને અશરફની જ્યારે મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે બંનેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.  અતીકે જ્યારે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે ત્રણ હુમલાખોરોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી.

મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. મુખ્યમંત્રીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ ભાજપ સરકાર પર આક્રમક છે. અખિલેશ યાદવે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news