ઓરૈયા અકસ્માત: CM યોગીની તત્વરિત કાર્યવાહી, 2 અધિકારી સસ્પેંડ, વળતરની જાહેરાત
ઓરૈયામાં થયેલા ભીષણ અકસ્માત (Auraiya road accident) પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Aditynath)એ તત્વરિત એક્શન લેતાં ફતેહપુર સીકરી આગરાના એસએચઓ, કોસી કલા મથુરાના એસએચઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેંડ કરી દીધા છે.
Trending Photos
ઓરૈયા: ઓરૈયામાં થયેલા ભીષણ અકસ્માત (Auraiya road accident) પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Aditynath)એ તત્વરિત એક્શન લેતાં ફતેહપુર સીકરી આગરાના એસએચઓ, કોસી કલા મથુરાના એસએચઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેંડ કરી દીધા છે. આ ઉપરાંત સંબંધિત પોલીસ અધિકક્ષગણ તથા ઉપરી અક્ષીક્ષકોને કડક ચેતાવણી આપી છે.
મુખ્યમંત્રીએ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિજનોને બે-બે લાખ અને ગંભીરરૂપથી ઘાયલોને 50,000 રૂપિયા વળતરની જાહેરાત કરી છે. બીજી તરફ ટ્રકના માલિક અને ડ્રાઇવર બંને વિરૂદ્ધ હત્યાની સાજિશનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રકને તાત્કાલિક સીઝ કરવાનો આદેશ આપ્યો છે.
સીએમ યોગીએ નિર્દેશ આપ્યા છે કે ઘટનામાં ઘાયલ શ્રમિકોને તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવે. તેમને દરેક પ્રકારની મદદ કરવામાં આવે અને રાહત પહોંચાડવામાં આવે ઓરૈયા રોડ અકસ્માતમાં અત્યાર સુધી 24 મજૂરોના મોત થયા છે, જ્યારે 35થી વધુ ઘાયલ થયા છે.
અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું 'ઉત્તર પ્રદેશના ઓરૈયામાં રોડ અકસ્માત એકદમ દુખદ છે. સરકાર રાહત કાર્ય માટે તત્પરતા સાથે જોડાયેલી છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોન પરિજનોના પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું સાથે ઘાયલોને જલદી સ્વસ્થ્ય થવા માટે પ્રાર્થના કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે