ભાજપના એકમાત્ર નેતા જેમણે રામ મંદિર માટે CM પદ અને સરકાર બંન્ને કર્યા કુર્બાન

કલ્યાણ સિંહ એક સમયમાં અયોધ્યા આંદોલનનો સૌથી મોટો ચહેરો હતા, ભાજપનાં એક માત્ર એવા નેતા જેણે બાબરી મસ્જીદ તોડી પાડવા બદલ સજા ભોગવી

  • વિવાદિત ઢાંચો ભલે પડી ગયો પરંતુ મે હજારો જીવ બચાવવા ગોળી નહોતી ચાલવા દીધી
  • આ નેતાએ કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ એક નહી આવી હજાર સરકાર કુર્બાન છે
  • ભાજપના એકમાત્ર નેતા જેમણે રામ મંદિર માટે CM પદ અને સરકાર બંન્ને કર્યા કુર્બાન
  • સુપ્રીમમાં બાબરી ઢાંચાને જાળવી રાખવાનું સોગંદનામુ કર્યું છતા બાબરી મસ્જીદ તુટી

Trending Photos

ભાજપના એકમાત્ર નેતા જેમણે રામ મંદિર માટે CM પદ અને સરકાર બંન્ને કર્યા કુર્બાન

નવી દિલ્હી : અયોધ્યા આંદોલને ભાજપનાં અનેક નેતાઓને દેશની રાજનીતિમાં એક અનોખી ઓલખ આપી, પરંતુ રામ મંદિર માટે સૌથી મોટી કુર્બાની પાર્ટીનાં નેતા કલ્યાણસિંહે આપી. ભાજપ એકમાત્ર એવા નેતા હતા, જેમણે 6 ડિસેમ્બર, 1992માં અયોધ્યામાં બાબરી તોફાનો બાદ પોતાની સત્તાને બલિ ચડાવી દીધી હતી. રામ મંદિર માટે સત્તા જ નહોતી ગુમાવી, પરંતુ આ મુદ્દે સજા મેળવનારાઓમાં એકમાત્ર વ્યક્તિ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી, 1932ને ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં થયો હતો. ભાજપનાં કદ્દાવર નેતાઓ પૈકી એક કલ્યાણસિંહ હાલનાં સમયમાં રાજસ્થાનનાં રાજ્યપાલ છે. એક સમય હતો જ્યારે તેઓ આંદોલનનાં સૌથી મોટા ચહેરાઓ પૈકી એક હતા. તેમની ઓળખ હિન્દુત્વવાદી નેતા અને પ્રખર વક્તાની હતી. 

30 ઓક્ટોબર, 1990નાં રોજ જ્યારે મુલાયમ સિંહ યાદવ યૂપીના મુખ્યમંત્રી હતા તો તેમણે કારસેવકો પર ગોળીઓ ચલાવી દીધી. તંત્ર કારસેવકો સાથે કડક વલણ અપનાવી રહી હતી. એવામાં ભાજપને તેની સામે લડવા માટે કલ્યાણસિંહને આગળ કર્યા. કલ્યાણસિંહ ભાજપમાં અટલ બિહારી વાજપેયી બાદ બીજા એવા નેતા હતા જેમનાં ભાષણોને સાંભળવા માટે લોકો બેચેન રહેતા હતા. કલ્યાણસિંહ ઉગ્ર તેવરમાં બોલતા હતા, તેમની તે જ અદા લોકોને પસંદ આવે. 

કલ્યાણસિંહે એક વર્ષમાં ભાજપને તે સ્થળ પર લાવીને મુકી દીધા હતા કે પાર્ટીએ 1991માં પોતાનાં દમ પર યૂપીમાં સરકાર બનાવી લીધી. કલ્યાણસિંહ યૂપીમાં ભાજપનાં પહેલા મુખ્યમંત્રી બન્યા. સીબીઆઇનાં વર્તુળમાં આરોપ પત્ર અનુસાર મુખ્યમંત્રી બન્યા પહેલા કલ્યાણસિંહે પોતાનાં સહયોગીઓની સાથે અયોધ્યાની મુલાકાત લીધી અને રામ મંદિરનું નિર્માણ કરવા માટે શપથ લીધા હતા. 

કલ્યાણસિંહ સરકારે એક વર્ષ પણ પસાર નથી થયું કે, 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં કારસેવકોમાં વિવાદિત ઢાંચો તોડી નાખ્યો. જ્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં શપથપત્ર  આપીને કહ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સ્વરૂપે, તેઓ મસ્જિદને કોઇ નુકસાન નહી પહોંચવા દે. તેમ છતા 6 ડિસેમ્બર, 1992ને આ તંત્ર જે મુલાયનાં સમયમાં કારસેવકોની સાથે કડકાઇનાં મુકદર્શક બનીને તમાશો જોઇ રહ્યા હતા. 

જગજાહેર રીતે બાબરી મસ્જિદ વિધ્વંસ કરી દેવાઇ હતી. તેના માટે કલ્યાણસિંહને જવાબદાર માનવામાં આવ્યા. કલ્યાણસિંહે તેની નૈતિક જવાબદારી લેતા 6 ડિસેમ્બર, 1992ને જ મુખ્યમંત્રી પદપરથી ત્યાગપત્ર આપી દીધું. જો કે બીજા દિવસે કેન્દ્ર સરકારે યુપીની ભાજપ સરકારને બર્ખાસ્ત કરી દેવામાં આવી હતી. કલ્યાણસિંહે તે સમયે કહ્યું હતું કે સરકાર રામ મંદિરનાં નામ પર બની હતી અને તેનો ઇરાદો પુરો થયો. એવામાં સરકાર રામ મંદિરનાં નામે કુર્બાન. અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવા અને તેની સંરક્ષણ નહી કરવા માટે કલ્યાણસિંહને એક દિવસની સજા મળી. 

બાબરી મસ્જીદ ધ્વંસની તપાસ માટે બને લિબ્રાહન પંચના તત્કાલીન વડાપ્રધાન વીપી નરસિમ્હા રાવને ક્લીન ચીટ આપી, પરંતુ યોજનાબદ્ધ સત્તાનો દુરૂપયોગ, સમર્થન માટે યુવાનોને આકર્ષીક કરવા અને આરએસએસનો રાજ્ય સરકારમાં સીધા દખલ માટે મુખ્યમંત્રી કલ્યાણ અને તેમની સરકારની આલોચના કરી. કલ્યાણસિંહ સહિત અનેક નેતાઓની વિરુદ્ધ સીબીઆઇએ કેસ પણ દાખલ કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 26 વર્ષ પહેલા અયોધ્યામાં જે પણ થયું તે ખુલ્લમ-ખુલ્લા થયું. હજારોનાં પ્રમાણમાં હાજર કારસેવકોનાં હાથે થયું. ઘટના દરમિયાન મંચ પર હાલની મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ ડાલમિયા, વિનય કટિયાર, ઉમાર ભારતી, સાધ્વી ઋતુંભરા અને લાલકૃષ્ણ અડવાણી સામે થયું. તેમને મસ્જિદોને બચાવતા અટકાવવાની જવાબદારી કલ્યાણસિંહ પર હતું.

ભાજપ આજે જે પણ મુકામે પહોંચ્યું તે રામ મંદિરની દેન છે. તેના માટે લાલકૃષ્ણ અડવાણીની સાથે સાથે કલ્યાણ સિંહની મહત્વની ભુમિકા નિભાવી રહી છે. આ અયોધ્યાની દેન છે કે નરેન્દ્ર મોદીની દેશનાં વડાપ્રધાન છે. લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે સોમનાથથી અયોધ્યા માટે રથયાત્રા કાઢી તો નરેન્દ્ર મોદી સારથી હતા. ત્યાર બાદ 2002માં ગોધરામાં ટ્રેનની જે બોગી સળગાવવામાં આવ્યું તેમાં મરનારાઓ પૈકી મોટાભાગના કારસેવકો તા. ત્યાર બાદ ગુજરાતમાં તોફાન થયું અને નરેન્દ્ર મોદી એક મોટા હિંદુ નેતા તરીકે ઉભરી આવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news