Ayodhya Masjid: અયોધ્યામાં બનશે દેશની સૌથી મોટી મસ્જિદ, તાજમહેલ કરતાં પણ વધુ હશે સુંદર
Ayodhya News: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 2019માં આપવામાં આવેલા નિર્ણય હેઠળ અયોધ્યામાં મુસ્લિમ પક્ષને આપવામાં આવેલી 5 એકર જમીન પર પ્રસ્તાવિત મસ્જિદના નિર્માણ સાથે જોડાયેલા આ સમાચારો વિશે તમને જણાવીએ.
Trending Photos
Ayodhya Mosque foundation: અયોધ્યાની બાબરી મસ્જિદની જગ્યાએ જિલ્લાના ધન્નીપુરમાં મળેલી 5 એકર જમીન પર બનવા જઈ રહેલી નવી મસ્જિદના નિર્માણ માટે મક્કાથી આવતા ઈમામ શિલાન્યાસ કરશે. આ અંગે વધુ માહિતી આપતાં મસ્જિદ મુહમ્મદ બિન અબ્દુલ્લા વિકાસ સમિતિના અધ્યક્ષ અને મુંબઈ ભાજપના નેતા હાજી અરાફાત શેખે જણાવ્યું હતું કે અયોધ્યામાં બની રહેલી નવી મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હશે. જ્યાં વિશ્વની સૌથી મોટું કુરાન પણ હશે.
સૌથી મોટો પ્રશ્ન.... દરરોજ કેટલો દારૂ પીવો જોઈએ ? WHOએ કર્યો મોટો ખુલાસો
ચેઈન સ્મોકર છો તો તમે એક દિવસમાં કેટલી સિગારેટ પી શકો? ડોકટરોએ આપી આ ચેતવણી
જુલાઈમાં આવ્યું હતું આ અપડેટ
ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન, આ મસ્જિદના નિર્માણ માટે 29 જુલાઈ 2020 ના રોજ રચાયેલ ટ્રસ્ટે શરૂઆતમાં અયોધ્યા મસ્જિદના નિર્માણ અને કેટલીક અન્ય સુવિધાઓ માટે ઘણી તૈયારીઓ કરી હતી. જો કે, આ વર્ષે ઓક્ટોબરમાં, મુંબઈમાં ઘણા વરિષ્ઠ મૌલવીઓ અને ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝુફર અહેમદ ફારૂકીની હાજરીમાં, જાહેરાત કરવામાં આવી હતી કે મસ્જિદનું નામ મસ્જિદ મુહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવશે. આ પ્રસંગે મસ્જિદની નવી ડિઝાઇનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. શેખે કહ્યું, મસ્જિદમાં પાંચ મિનારા હશે જે ઇસ્લામના પાંચ સ્તંભો - કાલિમા, નમાઝ, રોઝા, હજ અને જકાતનું પ્રતીક હશે.
જતાં જતાં 2023 આપી રહ્યું છે કમાણીની બમ્પર તક, 1 જાન્યુઆરી પહેલાં આવી રહ્યા છે આ IPO
પ્રેમિકાને ફટકારી બાદમાં કાર ચડાવી, સીનિયર બ્યુરોક્રેટના બગડેલા દીકરાનું કારસ્તાન
તાજમહેલ કરતા પણ વધુ સુંદર હશે અયોધ્યા મસ્જિદ
TOI માં પ્રકાશિત અહેવાલ અનુસાર, શેખે કહ્યું કે તે ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને હવે તેમને મસ્જિદની વિકાસ સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા છે. મસ્જિદ સંકુલમાં કેન્સર હોસ્પિટલ, શાળા અને કોલેજો, એક સંગ્રહાલય અને પુસ્તકાલય અને સંપૂર્ણ શાકાહારી રસોડું પણ હશે. જ્યાં મુલાકાતીઓને મફત ભોજન આપવામાં આવશે. શેખે જણાવ્યું હતું કે, આ મસ્જિદની નજીકનું મુખ્ય આકર્ષણ વઝુ ખાના પાસે બનેલું વિશાળ માછલીઘર હશે.
સવારે ખાલી પેટ પી લો આ મસાલાનું પાણી, જાદૂની માફક ઓછું થઇ જશે બલૂન જેવું પેટ
iPhone 15 ના મુકાબલે iPhone 16 માં જોવા મળી શકે છે આ 5 ફેરફાર, મોટી ડિસ્પ્લે પણ!!!
શેખે દાવો કર્યો હતો કે તેની સુંદરતા તાજમહેલને વટાવી જશે. શેખે કહ્યું, 'જેમ જેમ સાંજ આવતી જશે તેમ તેમ મસ્જિદમાંના ફુવારા નમાજથી જીવંત થશે. અહીંની સુંદરતા તાજમહેલની સુંદરતાને વટાવી જશે. જ્યાં તમામ ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દ માટેનું આ સ્મારક જોવા આવશે, ભલે તે બધા અહીં પ્રાર્થના નહીં કરે.
SBI Home Loan: SBI માંથી લોન લેનારાઓને ઝટકો, 31 ડિસેમ્બર સુધી હોમ લોન પર છૂટ
બેંક લોકરને ઝડપથી કેમ બંધ કરાવી રહ્યા છે લોકો? 1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે