સ્ટેશનનું નામ સાંભળીને જ ફફડતા હતા પેસેન્જર, સાંજ પડતા જ કામ છોડી અહીંથી ભાગી જતા હતા રેલવે કર્મચારીઓ!

ભૂતના ડરથી 42 વર્ષ સુધી બંધ રહ્યું ભારતનું રેલવે સ્ટેશન, સૂર્યાસ્ત પછી ભાગી જતા હતા રેલવે કર્મચારીઓ. રિપોર્ટ્સ અનુસાર, સ્ટેશન માસ્તરે સફેદ સાડીમાં એક મહિલાને રાતના અંધારામાં પાટા પર ચાલતી જોઈ.

સ્ટેશનનું નામ સાંભળીને જ ફફડતા હતા પેસેન્જર, સાંજ પડતા જ કામ છોડી અહીંથી ભાગી જતા હતા રેલવે કર્મચારીઓ!

Begunkodor Railway Station Story : મોટા ભાગના લોકોએ દાદીના મોઢેથી ભૂતની વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વાસ્તવિકતામાં ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આજે અમે તમને એક એવી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભૂત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે તે ક્યારેય સાબિત થઈ શક્યું નથી કે ત્યાં ભૂત હતું કે છે. ભૂતની સંભાવનાને કારણે તે જાહેર સ્થળ 42 વર્ષ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. આ એક રેલ્વે સ્ટેશનની વાર્તા છે, જે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં છે. આ સ્ટેશનનું નામ બેગુનકોડોર રેલ્વે સ્ટેશન છે. તે વર્ષ 1960 માં ખોલવામાં આવ્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે
આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
આ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા

આ સ્ટેશન શરૂ થયા પછી તે થોડા વર્ષો સુધી સરળતાથી ચાલતું રહ્યું, પરંતુ 7 વર્ષ પછી જ ત્યાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. વર્ષ 1967માં બેગનકોડોરના એક રેલવે કર્મચારીએ સ્ટેશન પર એક મહિલાના ભૂતને જોયા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે એક અફવા પણ ઉડી હતી કે તે જ સ્ટેશન પર ટ્રેન અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. બીજા દિવસે તે રેલ્વે કર્મચારીએ લોકોને આ વિશે કહ્યું, પરંતુ તેઓએ તેની વાતને અવગણી. રિપોર્ટ્સ અનુસાર, સ્ટેશન માસ્તરે સફેદ સાડીમાં એક મહિલાને રાતના અંધારામાં પાટા પર ચાલતી જોઈ.

ભૂત જોયા બાદ સ્ટેશન માસ્તરનું મોત-
જે બાદ સ્ટેશન માસ્તર અને તેનો પરિવાર રેલવે ક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અહીં રહેતા લોકોએ દાવો કર્યો હતો કે આ મૃત્યુમાં એક ભૂતનો હાથ છે. આ ઘટના પછી લોકો એ રીતે ડરી ગયા કે સૂર્યાસ્ત પછી અહીં કોઈ રહેવા માંગતું ન હતું. લોકો એટલા ડરી ગયા હતા કે સાંજે તેઓ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાંથી ભાગી જતા હતા. આ વિલક્ષણ ઘટનાઓ પછી, બેગનકોડોર ભૂતિયા રેલ્વે સ્ટેશન તરીકે જાણીતું બન્યું.

આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો
આ પણ ખાસ વાંચોઃ  સલમાન ખાનની લાઈફ અંગે સામે આવ્યાં સૌથી મોટા ખુલાસા, જાણીને ચોંકી જશો

42 વર્ષ સુધી સ્ટેશન બંધ રહ્યું-
લોકો કહેતા હતા કે જ્યારે પણ સૂરજ આથમ્યા પછી અહીંથી કોઈ ટ્રેન પસાર થતી ત્યારે તેની સાથે મહિલાનું ભૂત પણ દોડતું અને ક્યારેક તે ટ્રેન કરતાં વધુ ઝડપથી દોડીને તેને ઓવરટેક કરતું. આ સિવાય ઘણી વખત એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે ટ્રેનની આગળના પાટા પર ડાન્સ કરતું જોવા મળતું હતું. સ્ટેશન પર આવતા લોકો એટલા ડરી ગયા હતા કે 42 વર્ષથી સ્ટેશન બંધ હતું. એટલે કે 42 વર્ષથી અહીં એક પણ ટ્રેન રોકાઈ નથી. ટ્રેન અહીંથી પસાર થતી હતી, પરંતુ બેગનકોડોર સ્ટેશન પર આવતા જ તેની સ્પીડ વધી જતી હતી. જો કે વર્ષ 2009માં તત્કાલીન રેલ્વે મંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર આ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ  બદલાઈ ગયા IPL ના નિયમો, હવે ટીમમાં નહીં હોય એ ખેલાડી પણ કરી શકશે બેટિંગ-બોલિંગ!
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

Trending news