બૃજભૂષણ સજાને લાયક, ચાર્જશીટમાં 21 સાક્ષીઓના નિવેદન, ભાજપ સાંસદની વધશે મુશ્કેલી

Delhi Police Charge sheet Against Brij Bhushan Sharan મહિલા રેસલરોના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા ભાજપના અધ્યક્ષ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. આ કેસમાં દિલ્હી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 
 

 બૃજભૂષણ સજાને લાયક, ચાર્જશીટમાં 21 સાક્ષીઓના નિવેદન, ભાજપ સાંસદની વધશે મુશ્કેલી

નવી દિલ્હીઃ મહિલા રેસલરોની જાતીય સતામણીના આરોપમાં ફસાયેલા ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહની મુશ્કેલી વધી શકે છે. હકીકતમાં આ કેસમાં મંગળવારે દિલ્હી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની ચાર્જશીટ અનુસાર એક ફરિયાદીએ છ જગ્યાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેને લાગ્યું કે બૃજભૂષણ શરણ સિંહે તેની સાથે છેડછાડ કરી હતી. દિલ્હી પોલીસે આરોપપત્રમાં કહ્યું કે, અત્યાર સુધીની તપાસના આધાર પર બૃજભૂષણ સિંહ પર જાતીય સતામણી, છેડછાડ અને પીછા કરવાના આરોપો માટે કેસ ચલાવી શકાય છે અને દંડ આપી શકાય છે. બૃજભૂષણ સિંહ વિરુદ્ધ કુલ 21 સાક્ષીઓએ પોતાના નિવેદન આપ્યાં છે, જેમાંથી 6એ સીઆરપીસી 164 હેઠળ પોતાનું નિવેદન આપ્યું છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને 18 જુલાઈએ સમન્સ પાઠવ્યું છે.

આ પહેલા 7 જુલાઈના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દેશની જાણીતી મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોના સંબંધમાં બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ સિંહને સમન્સ પાઠવ્યું હતું. આ સિવાય સિંહના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને કોર્ટે હાજર થવાનું કહ્યું છે.  તોમર પર આઈપીસી કલમ 109 (ઉશ્કેરનાર અધિકારી), 354, 354A, 506 (ગુનાહિત ધમકી) હેઠળ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, ચાર્જશીટમાં લગભગ 200 સાક્ષીઓના નિવેદનો સામેલ છે.

કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં દાખલ છે કેસની FIR
દેશની સ્ટાર મહિલા રેસલરો દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણના આરોપોના મામલામાં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે 7 જુલાઈએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૃજભૂષણ શરણ સિંહને સમન્સ પાઠવ્યું હતું. કોર્ટે છ મહિલા કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા દાવા પર આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે સિંઘને 18 જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ જારી કર્યું હતું. આ ઉપરાંત સિંહના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને પણ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. દિલ્હી પોલીસે 1000 પેજથી વધુની ચાર્જશીટ રાઉઝ એવેન્યૂ કોર્ટના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મહિમા રાયની સમક્ષ રજૂ કરી હતી. કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆરમાં છ રેસલરોએ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news