સીએમ બનતા એક્શનમાં આવ્યા ભગવંત માન, આ જાણીતા ક્રિકેટરને રાજ્યસભા મોકલવાની તૈયારી
પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માને એક મોટો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તરફથી એક જાણીતા ક્રિકેટરને રાજ્યસભા મોકલવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી ચુકી છે અને ભગવંત માને આજે મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા છે. હવે જાણકારી મળી છે કે આમ આદમી પાર્ટી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભા મોકલી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર પંજાબની નવી સરકાર હરભજન સિંહને ખેલ વિશ્વવિદ્યાલયની કમાન પણ સોંપી શકે છે. મુખ્યમંત્રી ભગવંત માને જાલંધરમાં ખેલ વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાનું વચન આપ્યુ છે.
પંજાબની કમાન સંભાળ્યા બાદ ભગવંત માન સરકાર ટર્બનેટર હરભજન સિંહને રાજ્યસભા મોકલી શકે છે. એટલું જ નહીં તેને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન સોંપવામાં આવી શકે છે. આ પહેલા આમ આદમી પાર્ટીની જીત બાદ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે ભગવંત માનને શુભેચ્છા આપી હતી.
આ પણ વાંચોઃ દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા! સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી ઇમરજન્સી બેઠક, આપ્યા આ નિર્દેશ
ટ્વિટર પર લખ્યુ 'આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને અમારા નવા મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા. તે જાણીને ખુબ સારૂ લાગ્યુ કે તે ભગત સિંહના ગામ ખટકરકલાંમાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે... શું તસવીર છે... આ ગર્વની ક્ષણ છે માતા જી માટે.'
મહત્વનું છે કે આમ આદમી પાર્ટીને પંજાબમાં મોટી જીત મળી છે. અહીં ઐતિહાસિક જીત હાસિલ કરતા આપે 117 વિધાનસભા ક્ષેત્રોમાં 92 સીટ પર જીત મેળવી છે. હવે આગામી મહિને પંજાબની પાંચ રાજ્યસભા સીટ ખાલી થવાની છે. ચૂંટણી પંચ પહેલાથી દ્વિવાર્ષિક ચૂંટણીની તારીખોની જાહેરાત કરી ચુક્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી જલદી આ સીટો માટે નામોની જાહેરાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે