નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં ભીષણ વિસ્ફોટ, 9 લોકોના જીવ ગયા, અનેક ઘાયલ

મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. નાગપુર ગ્રામ્યના એસપી હર્ષ પોદ્દારના જણાવ્યાં મુજબ નાગપુરના બજારગાંવ ગામમાં સ્થિત સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે

નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં ભીષણ વિસ્ફોટ, 9 લોકોના જીવ ગયા, અનેક ઘાયલ

મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. નાગપુર ગ્રામ્યના એસપી હર્ષ પોદ્દારના જણાવ્યાં મુજબ નાગપુરના બજારગાંવ ગામમાં સ્થિત સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે.  આ વિસ્ફોટ કંપનીના કાસ્ટ બુસ્ટર યુનિટમાં થયો. મૃતકોમાં 6 મહિલાઓ અને 3 પુરુષો સામેલ છે. 

એવી આશંકા છે કે અનેક લોકો હજુ આ કંપનીમાં ફસાયેલા છે. કંપનાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ભારે પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. હાલ વિધાયક અનિલ દેશમુખ ઘટનાસ્થળે હાજર છે. વિધાયકે કહ્યું કે ખુબ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. 

— ANI (@ANI) December 17, 2023

અત્ર જણાવવાનું કે આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજારગાંવમાં આવેલી છે. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટ આજે સવારે 9 વાગે થયો. એવું કહેવાય છે કે વિસ્ફોટ થયો ત્યારે વિસ્ફોટ પેક કરવાનું કામ ચાલુ હતું. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં રહેલા અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના જીવ ગયા છે. સોલર એક્સપ્લોઝિવના મુખ્ય દરવાજે મોટી સંખ્યામાં મજૂરોના પરિજનો ભેગા થયા છે. પોલીસકર્મીઓના કહેવા મુજબ મૃતકોનો આંકડો વધી શકે છે. 

અત્રે જણાવવાનું કે સોલર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દેશના રક્ષા વિભાગ માટે એક્સપ્લોઝિવ્સ અને અન્ય રક્ષા ઉપકરણો પણ સપ્લાય કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news