નવું વર્ષ ખુબ જ ભારે! ધરતીને નષ્ટ કરવા આવી રહ્યો છે મોટો એસ્ટરોઇડ, હવે બચાવશે આ 'હીરો'

ધ સનમાં થપાયેલા એક રિપોર્ટના મતે, નાસા (NASA)નું સ્પેસક્રાફ્ટ હાલ ધરતીથી 20 લાખ મીલ એટલે કે 32 લાખ 18 હજાર 688 કિલોમીટરના અંતરે પહોંચ્યું છે.

 નવું વર્ષ ખુબ જ ભારે! ધરતીને નષ્ટ કરવા આવી રહ્યો છે મોટો એસ્ટરોઇડ, હવે બચાવશે આ 'હીરો'

NASA Mission To Destroy Asteroid: નવા વર્ષની શરૂઆતમાં જ એક માઠા સમાચાર મળી રહ્યા છે. ધરતી તરફ એક મોટો એસ્ટરોઇડ (Asteroid) આગળ વધી રહ્યો છે, જે હાલ પૃથ્વી (Earth) થી લગભગ 1 કરોડ 10 લાખ મીલ એટલે કે 1 કરોડ 77 લાખ 2 હજાર 784 કિલોમીટર દૂર છે. આ એસ્ટરોઇડને નષ્ટ કરવા માટે નાસાએ એક સ્પેસક્રાફ્ટ (Spacecraft) ને લોન્ચ કર્યું હતું, જેણે આ એસ્ટરોઇડની પહેલી તસવીર મોકલી છે.

એસ્ટરોઇડને રોકવા માટે નાસાનું 'સ્પેશિયલ મિશન'
ધ સનમાં થપાયેલા એક રિપોર્ટના મતે, નાસા (NASA)નું સ્પેસક્રાફ્ટ હાલ ધરતીથી 20 લાખ મીલ એટલે કે 32 લાખ 18 હજાર 688 કિલોમીટરના અંતરે પહોંચ્યું છે. સ્પેસક્રાફ્ટને DRACO ટેલીસ્કોપ કેમેરા (Telescope Camera)ની મદદથી એસ્ટરોઇડની ફોટો લઈને ધરતી પર મોકલી છે.

ધરતીને બચાવશે સ્પેસક્રાફ્ટ
ઉલ્લેખનીય છે કે જો એસ્ટરોઇડને નષ્ટ કરવામાં નાસાને સ્પેસક્રાફ્ટ સફળ રહે છે તો સ્પેસ ડિફેન્સના ક્ષેત્રે મોટી ઉપલબ્ધિ માનવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટ કોઈ હીરોની જેમ ધરતીને એસ્ટરોઇડથી બચાવશે. નાસા ડબલ એસ્ટરોઇડ રિડાયરેક્શન ટેસ્ટ (DART) હેઠળ આ મિશનને લોન્ચ કરી રહ્યું છે.

એસ્ટરોઇડથી ક્યારે ટકરાશે સ્પેસક્રાફ્ટ?
જાણી લો કે સ્પેસક્રાફ્ટે લોન્ચિંગના બે અઠવાડિયા પછી એસ્ટરોઇડની તસવીર મોકલી છે. કેલીફોર્નિયાના બેસથી આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવ્યું હતું. ધ્યાન આપવા જેવી વાત એ છે કે DARTનું આ મિશન સપ્ટેમ્બર 2022માં પુરું થશે. સ્પેસક્રાફ્ટ આ યાત્રા દરમિયાન એસ્ટરોઇડની વધુ તસવીરો મોકલશે.

નોંધનીય છે કે DART ના આ સ્પેસક્રાફ્ટ 15 હજાર મીલ પ્રતિ કલાક એટલે કે 24 હજાર 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એસ્ટરોઇડથી ટકરાશે. જ્યારે આ સ્પેસક્રાફ્ટ એસ્ટરોઇડથી ટકરાશે ત્યારે અમેરિકી સ્પેસ નાસા અને યૂરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિક ટેલીસ્કોપની મદદથી તેની તપાસ કરશે કે DART મિશન સફળ થશે કે નહીં. આ મિશન વિશે જાણકારી ભેગી કરવા માટે સ્પેસક્રાફ્ટની સાથે એક નાનું ક્યૂબસેટ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું જે ડેટા પૃથ્વી પર મોકલી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news