ડોડામાં બસ 250 મીટર ઊંડી ખીણમાં પડી, 40માંથી 36 મુસાફરોના કરૂણ મોત, અનેક ઘાયલ
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં દુર્ઘટના સર્જાય છે. જેમાં 36થી વધુ યાત્રીકોના મોત થયા છે. ઘટનાના ડોડા જિલ્લાના અસ્સર ક્ષેત્રની હોવાનું સામે આવ્યું છે. અહીં યાત્રીકોની બસ ખીણમાં પડી હતી.
Trending Photos
શ્રીનગરઃ Doda Road Accident: જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જ્યાં કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ રોડ પરથી ઉતરી ગઈ અને ડોડા જિલ્લાના અસાર ક્ષેત્રમાં ટ્રંગલ પાસે ઢાળથી લગભગ 250 મીટર નીચે પડી હતી. આ બસમાં કુલ 40 લોકો સવાર હતા, જેમાંથી 36 લોકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસ કંટ્રોલ રૂમ ડોડાના એક પોલીસ અધિકારીએ કહ્યું- એક બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી, ડોડા જિલ્લાના અસાર ક્ષેત્રમાં ટ્રુંગલની પાસે રસ્તા પરથી નીચે ઉતરી 250 મીટર નીચે બીજા માર્ગ પર પહોંચી ગઈ. તેમ કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 36 જેટલા લોકોના મોત થયા છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક્સ પર આ દુર્ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મેં ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહ સાથે વાત કરી છે. ઈજાગ્રસ્તોને કિશ્તવાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની સારવાર માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. હું સતત સંપર્કમાં છું અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યો છું. ઘટના બાદ સ્થાનીકોએ તત્કાલ રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું. બસમાં કુલ 55 જેટલા લોકો સવાર હતા. તેવામાં મૃતકોનો આંકડો વધી શકે છે.
#UPDATE | 25 bodies recovered so far, rescue operation going on: J&K Police https://t.co/QoVr82Dkyb
— ANI (@ANI) November 15, 2023
પોલીસ કંટ્રોલ રૂમ ડોડાના એક પોલીસ અધિકારીએ કહ્યું- એક યાત્રી બસ, કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી, ડોડા જિલ્લાના અસાર ક્ષેત્રમાં ટ્રંગલની પાસે રોડથી ઉતરી 250 મીટર નીચે બીજા રસ્તામાં પડી. 36 લોકોના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે