તહેવારના ટાણે ટ્રકની પાછળ સ્કોર્પિયો ઘુસી જતા 7ના મોત, સ્કોર્પિયોના ઉડી ગયા ફૂરચે ફૂરચા
Rohtas Road Accident: આ તમામા લોકો બોધગાયાથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના સર્જાઇ હતી. મૃતકોમાં પાંચ મહિલાઓ જ્યારે બે બાળકોના મોત થયા છે.
Trending Photos
Scorpio Collided With Truck: બિહારના રોહતાસમાં બુધવારે (30 ઓગસ્ટ) ના રોજ સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. ઘટના શિવસાગરની છે. તમામ સ્કોર્પિયોમાં સવાર હતા જે કૈમૂર જિલ્લાના કુડારી ગામના રહેવાસી હતા. તો બીજી તરફ અકસ્માતમાં પાંચ લોકોને ઇજા પહોંચી છે. આ તમામ લોકો બોધગયાથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના સર્જાઇ હતી.
રક્ષા બંધન પર ભાઇઓને મરવાનો શ્રાપ આપે છે બહેનો, જાણો ક્યાં છે આવો વિચિત્ર રિવાજ
રક્ષાબંધન પહેલાં મોટી બહેને નાના ભાઇને આપી ભેટ, કિડની આપીને બચાવ્યો જીવ
સદર હોસ્પિટલમાં ચાલી રહી છે ઇજાગ્રસ્તોની સારવાર
સ્કોર્પિયોમાં 12 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતાં હાઇવેની સાઇડમાં પાર્ક કરેલા કન્ટેનરમાં પાછળથી સ્કોર્પિયો અથડાઈ હતી. શિવસાગર પોલીસ સ્ટેશનના વડાએ સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે બે બાળકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...
રક્ષાબંધન પર 200 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો
એક જ પરિવાર છે તમામ
કહેવામાં આવી રહ્યું છે કા ઘટના શિવસાગરના પખનારી પાસે નેશનલ હાઇવે પર સર્જાઇ છે. ઘટના બાદ સ્કોર્પિયોના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ એક જ પરિવારના છે.
NHAI ની એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલ
ઘટના બાદ અફરાતફરી વચ્ચે NHAIની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઉતાવળમાં ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પાંચ ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘણા લોકો સ્કોર્પિયોની અંદર ફસાઈ ગયા હતા. જેમ તેમ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર એક વ્યક્તિએ જણાવ્યું કે બોધ ગયા ફરવા માટે ગયા હતા. અમે 12 લોકો હતા. તમામ એક જ પરિવારના છે. સાત લોકોના મોત થયા છે. પાંચ લોકોની સારવાર ચાલી રહી છે. બીજી તરફ એનએચએઆઇના એક કર્મી નરેન્દ્ર પાંડેયએ કહ્યું કે શિવસાગર પોલીસ મથકનો કેસ છે. ટેકારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો છે.
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
PMGKAY: મોદી સરકારને લોકસભા જીતાડી શકે છે આ યોજના : 80 કરોડ લોકોને થશે ફાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે