Raksha Bandhan 2023: રક્ષા બંધન પર ભાઇઓને મરવાનો શ્રાપ આપે છે બહેનો, જાણો ક્યાં છે આવો વિચિત્ર રિવાજ
Raksha Bandhan 2023: દેશભરમાં રક્ષા બંધનના તહેવાર પર બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધે છે, આ તહેવારને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. તેને લઇને ઘણી કહાનીઓ પણ ચર્ચિત છે.
Trending Photos
Raksha Bandhan 2023: ભાઈ-બહેનના સંબંધોના ઘણા ઉદાહરણો આપવામાં આવે છે, આ સંબંધનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન છે, જેમાં બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. આ સાથે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન પણ આપે છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, ઘણી જગ્યાએ તેને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે. જો કે રાખીના તહેવારને લઈને એક જગ્યાએ ભાઈને શ્રાપ આપવાનો રિવાજ પણ છે, જેમાં બહેનો પોતાના ભાઈને મૃત્યુ માટે શ્રાપ આપે છે.
રક્ષાબંધન પહેલાં મોટી બહેને નાના ભાઇને આપી ભેટ, કિડની આપીને બચાવ્યો જીવ
ગર્લફ્રેન્ડે એટલી જોર કિસ કરી કે ફાટી ગયો બોયફ્રેન્ડનો કાનનો પડદો, પછી...
રક્ષાબંધન પર શ્રાપ આપવાનો રિવાજ
રક્ષાબંધન પર ભાઈને શ્રાપ આ રિવાજ છત્તીસગઢમાં છે. અહીં જશપુરમાં એક સમુદાય આવા રિવાજને અનુસરે છે. આ રિવાજ મુજબ પહેલા બહેનો તેમના ભાઈને મૃત્યુનો શ્રાપ આપે છે, અને પછી તેનું પ્રાયશ્ચિત કરે છે. તેના માટે બહેનો પોતાની જીભ પર એક કાંટો મારે છે, જે શાપ આપ્યા પછી પ્રાયશ્ચિત તરીકે કરવામાં આવે છે. આ રાખડી સિવાય ભાઈ દુજ પર પણ કરવામાં આવે છે.
રક્ષાબંધન પર 200 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો
PMGKAY: મોદી સરકારને લોકસભા જીતાડી શકે છે આ યોજના : 80 કરોડ લોકોને થશે ફાયદો
શ્રાપ આપવા પાછળ શું છે માન્યતા?
હવે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આવા રિવાજનું કારણ જાણીએ. જોકે આ શ્રાપ પણ ભાઈની રક્ષા માટે જ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ભાઈને યમરાજથી બચાવવા માટે કરવામાં આવે છે. અહીં તેને લઇને કેટલીક કહાનીઓ સંભળાવવામાં આવે છે, જેમાં એવું કહેવામાં આવે છે કે યમરાજ એક વખત એવા વ્યક્તિને લેવા આવ્યા હતા જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હોય. ત્યારબાદ બહેનોએ તેમના ભાઈઓની રક્ષા માટે આ માન્યતાને અનુસરવાનું શરૂ કર્યું. ત્યારથી આ સમુદાય રક્ષાબંધનના તહેવાર પર ભાઈને શ્રાપ આપવાની આ માન્યતાને અનુસરે છે.
Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ
રાખીના તહેવારને લઈને ઘણી અલગ-અલગ અને વિચિત્ર માન્યતાઓ છે. જેનું આજ સુધી પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પણ આવી ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે, જેમાં ભાઈઓએ બહેનની રાખડી માટે ઘણા બલિદાન આપ્યા હતા.
30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે