77% દેશની વસ્તી પર દબદબો બનાવનાર BJPથી કોંગ્રેસ પહેલા જ ગભરાઇ ગયું હતું
ભારતીજ જનસંઘનાં મુળીયા દેશની આઝાદી સાથે જ જોડાયેલા છે, શ્યામા પ્રસાદ મુખર્જીનો દબદબો પહેલાથી જ ભારતીય રાજનીતિ પર રહ્યો છે
- 6 એપ્રીલ, 1980નાં રોજ ભાજપ અસ્તિત્વમાં આવ્યું
- હાલનાં સમયમાં ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી
- ભાજપનાં મુળીયાઓ ભારતીય જનસંધ સાથે જોડાયેલા
Trending Photos
નવી દિલ્હી : 20થી વધારે રાજ્યોમાં સત્તા અને 77 ટકા વસ્તી પર દબદબો ધરાવતી ભારતીય જનતા પાર્ટી (BJP)અંગે કહેવામાં આવે છે કે તેઓએ આ સમયે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. 6 એપ્રીલે ભલે ભાજપ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવી રહી છે પરંતુ તેનો ઇતિહાસ તેના કરતા પણ ઘણો જુનો છે. તેનાં મુળ ભારતીય જનસંઘ (BJS) સાથે જોડાયેલા છે. જનસંઘની સ્થાપના ઓક્ટોબર 1951માં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી હતી. તેઓ 1947માં આઝાદ ભારતની પહેલી કેબિનેટનાં સભ્ય હતા. દેશની પહેલી સામાન્ય ચૂટણી (1951-52)માં જનસંઘને ત્રણ સીટ મળી અને તેને દેશની ચાર રાષ્ટ્રીય સ્તરની પાર્ટી પાર્ટીઓની યાદીમાં સ્થાન મળ્યું.
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી
જનસંઘે કાશ્મીર અને કચ્છનાં એકીકરણની માંગ કરતા જમીનદારી અને જાગીરદારી વ્યવસ્થાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો. કાાશ્મીરમાં પ્રવેશ માટે પરમીટ લેવાની માંગની વિરુદ્ધ ડો. મુખર્જીએ આંદોલન ચલાવ્યું. તેમને પકડી લેવામાં આવ્યા અને 45 દિવસ સુધી જેલમાં પુરી રાખવામાં આવ્યા હતા. જો કે જેલવાસ દરમિયાન જ 23 જૂન, 1953નાં દિવસે તેમનું અવસાન થયું હતું. આ દરમિયાન જનસંઘનો નારો હતો નહી ચલેગે દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન.
અટલ બિહારી વાજપેયી પહેલીવાર બન્યા MP
1957માં બીજી લોકસભા ચૂંટણીમાં જનસંઘને ચાર સીટો મળી. આ દરમિયાન અટલ બિહારીવાજપેયી પહેલીવાર સાંસદ બન્યા. તેમની મદદ માટે લાલકૃષ્ણ અડવાણી દિલ્હી આવ્યા. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યુ તો આરએસએસ/જનસંઘનાં અનુરોધ બાદ સિવિક અને પોલીસ ડ્યુટીનો રોલ પણ નિભાવ્યો. પંડિત નેહરૂએ 1963માં રિપલ્બિકન ડે પરેડમાં આરએસએસને માર્ચ કરવા માટે આમંત્રણ આપ્યું.
પંડિત દિનદયાલનું રહસ્યમય સંજોગોમાં મોત
1962ની ત્રીજી લોકસભા ચૂંટણીમાં જનસંઘને 14 સીટો મળી. 1965માં ભારત - પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સંઘનાં સ્વયં સેવકોએ સિવિલિયન ડ્યુટીનાં રૂપમાં મદદ કરી હતી. ચોથી લોકસભા ચૂંટણી (1967)માં જનસંઘને 35 સીટો મળી 1968માં પંડિદ દીનદયાલ ઉપાધ્યાયનુ રહસ્યમય મોત થઇ ગયું. 1969માં અટલ બિહારી વાજપેયી ભાજપનાં અધ્યક્ષ બન્યા. એપ્રીલ 1970માં લાલકૃષ્ણ અડવાણી રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા. એપ્રીલ 1971માં ભારતીય જનસંઘે ગરીબી વિરુદ્ધ યુદ્ધને ચૂંટણીનો નારો બનાવ્યો. તે વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપને 22 સીટો મળી. 1973માં લાલકૃષ્ણ અડવાણી જનસંઘનં અધ્યક્ષ બન્યા.
જનતા પાર્ટી
1975માં જયપ્રકાશ નારાણે ઇન્દિરા ગાંધી સરકારનીવિરુદ્ધ સંપુર્ણ ક્રાંતિનો નારો આપતા જનસંઘની સાથે હાથ મિલાવ્યો. તે દરમિયાન તેમણે કહ્યું કે, જો જનસંઘ સાંપ્રદાયિક છે તો પણ હું પણ સાંપ્રદાયીક છું. ઇન્દિરા ગાંધઈએ ઇમરજન્સી લગાવી દીધી. આ પૃષ્ટભુમિએ 1977ની ચૂંટણી થઇ. આ દરમિયાન જયપ્રકાશ નારાયણનાં નેતૃત્વમાં જનતા પાર્ટીની રચના થઇ. તેનાં ગઠબંધન માટે જનસંઘ, બીએલડી, કોંગ્રેસ, સમાજવાદી અને સીએફડીનો તેમાં વિલય થયો. પરિણામે 1977માં જનતા પાર્ટીએ 295 સીટો જીતીને કોંગ્રેસ ને સત્તાની બહાર કરી દીધું. જનતા પાર્ટીની સરકારમાં અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી બન્યા અને એલ.કે અડવાણી માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા. જનતા પાર્ટીનો પ્રયોગ જો કે 30 મહિનાની અંદર આંતરિક વિરોધનાં કારણે તુટી ગયો. જેથી જનસંઘનાં જુથે 6 એપ્રીલ, 1980એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રચના કરી અને આ પ્રકારે ભાજપનું જનસંઘથી ઉદય થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે