શું અંજીર ખરેખર નોન-વેજ છે? જાણો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા

જે લોકો જૈન ધર્મને અનુસરે છે તેઓ અહિંસાનું પાલન કરે છે અને માંસના સેવનથી દૂર રહે છે. આ જ કારણ છે કે આ સમુદાયના ઘણા લોકો અંજીરનું સેવન કરતા નથી.

શું અંજીર ખરેખર નોન-વેજ છે? જાણો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા

તમે અંજીર વિશે જે પણ વાંચ્યું હશે અથવા સાંભળ્યું હશે, તેમાં અંજીર સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે વિશે જણાવવામાં આવ્યું હશે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે હવે શાકાહારી લોકો અંજીર ખાવામાં અચકાય છે. ચાલો જાણીએ શું છે આખો મામલો અને શું અંજીર ખરેખર નોન-વેજ છે.

શું છે ઘટના
તાજેતરમાં અભિનેત્રી શહનાઝે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું- હાં, આ કારણે જૈન લોકો અંજીર ખાતા નથી. તેણે આગળ લખ્યું કે જ્યારે હું કુર્ગમાં નિતીનને મળી તો તેણે જણાવ્યું કે કઈ રીતે એક નાનો જંતુ અંજીરને ઉગાડવા માટે પોતાનો જીવ આપી દે છે. હકીકતમાં જ્યારે એક માદા ભમરીને ઈંડા આપવાના હોય તો તે અંજીરના ફળમાં ઘુસી જાય છે અને ત્યાં ઈંડા મુકે છે. ફૂલમાં પ્રવેશતી વખતે માદાની પાંખો તૂટી જાય છે અને તે અંદર મરી જાય છે. આ પછી અંજીર આ જીવના મૃત શરીરને પચાવે છે.

Add Zee News as a Preferred Source

શું અંજીર નોનવેજ હોય છે?
જો અભિનેત્રી શહનાઝે જણાવેલા દ્રષ્ટિકોણથી જુઓ તો લગભગ હાં. પરંતુ લાખો વેજિટેરિયન લોકો છે જે તેમ માનતા નથી અને અંજીરના ફાયદા માટે તેનું સેવન કરે છે. પરંતુ જૈન ધર્મ માનનારા લોકોને લઈને કહેવામાં આવે છે કે તે લોકો અંજીરથી દૂર રહે છે. 

કેમ જૈન ધર્મના લોકો અંજીર ખાતા નથી
હકીકતમાં જૈન ધર્મને માનનારા લોકો અહિંસાનું પાલન કરે છે અને માંસના સેવનથી દૂર રહે છે. આ કારણે તે સમુદાયના ઘણા લોકો અંજીરનું સેવન કરતા નથી. પરંતુ વેજ લોકો સાથે આવું નથી. ઘણા વીગન અને વેજિટિરિયન માને છે કે ભમરીનું અંદર જવું અને ત્યાં મરવું એ અંજીરને પોષણ આપવાની એક પ્રાકૃતિક પ્રક્રિયા છે તો અંજીર ખાય શકાય છે. 

શું કહી રહ્યાં છે લોકો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકો તરફથી અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આવી રહી છે. આ પોસ્ટ પર ટિપ્પણી કરતા luckyknov નામના યુઝરે લખ્યું કે ટેકનિકલી રીતે જોઈએ તો અંજીરમાં ભાગ્યે જ એક ભમરી હોય છે. આ ભમરી પણ ફિકિન નામના એન્ઝાઇમને કારણે અંજીરની અંદરથી સંપૂર્ણપણે નાશ પામે છે અને પ્રોટીનમાં ફેરવાય છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે આ વીડિયો પર વિશ્વાસ ન કરો, કારણ કે આ વીડિયો ટેકનિકલી સંપૂર્ણ રીતે સાચો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news