'BJPને વોટ આપો 50 રૂપિયામાં તો ઘુઘરા જેવા થઈ જાવ એવો સારા માંયલો દારૂ આપીશું!' ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન!
ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ જાત-જાતના વાયદા કરતા હોય છે. પ્રજાને લોભામણી જાહેરાતો કરીને નેતાઓ મતની માંગણી કરતા હોય છે. ત્યારે ભાજપના એક દિગ્ગજ નેતાએ જનસભામાં જે વચન આપ્યું છે તેના કારણે હાલ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
- 'ભાજપને મત આપો, 50 રૂપિયામાં દારૂ આપશું'
- જનસભાને સંબોધતી વખતે ભાજપના નેતાએ કહી વિવાદિત વાત
- આંધ્રપ્રદેશમાં ભાજપના અધ્યક્ષે આપ્યું અજીબોગરીબ નિવેદન
Trending Photos
નવી દિલ્લીઃ ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ જાત-જાતના વાયદા કરતા હોય છે. પ્રજાને લોભામણી જાહેરાતો કરીને નેતાઓ મતની માંગણી કરતા હોય છે. ત્યારે ભાજપના એક દિગ્ગજ નેતાએ જનસભામાં જે વચન આપ્યું છે તેના કારણે હાલ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું છેકે, તમે અમને મત આપો અમે તમને સાવ સસ્તામાં સારા માંયલો દારૂ આપીશું. જાણીને તમને જરૂર અચરજ થશે પણ શું છે સમગ્ર મામલો એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
વાત જરા એમ છેકે, ચૂંટણીટાણે રાજનેતાઓ જાહેર જનતાને સંબોધતા હોય છે, અને ઘણાં વાયદા-વચનો આપતા હોય છે. ભાજપના એક દિગ્ગજ નેતાએ આવું જ કંઈક કર્યું છે જેના કારણે હાલ સમગ્ર દેશમાં આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. 'ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું તમે વોટ આપો, આગામી સમયમાં 50 રૂપિયામાં સારો ઈંગ્લીશ દારૂ મળતો થઈ જશે'
આંધ્રપ્રદેશમાં હજુ પણ ચૂંટણી દૂર છે, પરંતુ ચૂંટણી સાથે જોડાયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું અજીબોગરીબ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. અહીં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સોમવીર વીરરાજુએ કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો લોકોને 75 રૂપિયામાં દારૂ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે વિજયવાડા શહેરમાં જનાગ્રહ સભા યોજાઈ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને પાર્ટીના મહાસચિવ સુનીલ દેવધર પણ સામેલ થયા હતા.
આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!
Cast one crore votes to Bharatiya Janata Party...we will provide liquor for just Rs 70. If we have more revenue left, then, will provide liquor for just Rs 50: Andhra Pradesh BJP president Somu Veerraju in Vijayawada yesterday pic.twitter.com/U9F1V8vly7
— ANI (@ANI) December 29, 2021
કાર્યક્રમમાં સોમુ વીરરાજુએ કહ્યું, ''કે ભાજપ માટે વોટ આપો, અમે તમને 70 રૂપિયામાં દારૂ આપીશું. જો મહેસુલ વધશે તો દારૂની કિંમત 50 રૂપિયા કરી દેવામાં આવશે. સોમુ વીરરાજુએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં ખરાબ ક્વોલિટીવાળી દારૂ વેચવામાં આવી રહી છે. અને આ સત્તાધારી પાર્ટીના નેતાઓની મિલીભગતને કારણે થાય છે.'' ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં કહ્યું કે પ્રદેશમાં દરેક વ્યક્તિ દારૂ પર 12,000 રૂપિયા પ્રતિ માહ ખર્ચે છે. રાજ્યમાં એક કરોડ લોકો દારૂ પી રહ્યાં છે, હું ઈચ્છું છું કે એક કરોડ લોકો ભાજપને મત આપે. ભાજપ સત્તામાં આવશે તો ઉચ્ચ ગુણવત્તાવાળી દારૂ ઉપલબ્ધ કરાવશે.
આ પણ વાંચોઃ Sex Life થઈ જશે જિંગાલાલા! સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
TMC સાંસદે સાધ્યું નિશાન-
ભાજપના નેતાના આ નિવેદન પર વિપક્ષી દળોએ તેમને ઘેરવાનું શરૂ કર્યું...TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ પ્રહાર કરતા કહ્યું કે, ''અમિત શાહ અને નરેન્દ્ર મોદીની આ અવ્વલ ચૂંટણી રાજનીતિ છે. હવે શું આગળ કબાબની વાત કરવામાં આવશે?''
આપને જણાવી દઈએ કે YSRCP સરકારે પણ લોકોને આકર્ષવા માટે દારૂની કિંમતો ઘટાડી હતી. આમાં મોટાભાગની ડ્યુટીઝને ઘટાડવામાં આવી હતી. આમાં ભારતમાં બનેલી વિદેશી દારૂની કિંમત રાજ્યમાં 15-20 ટકા ઘટી ગઈ હતી. આ પહેલા આંધ્રપ્રદેશ સરકારમાં દારૂના સેવનને ઘટાડવા માટે દારૂની કિંમતોમાં 75 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આવું લોકડાઉન બાદ પણ જ્યારે પ્રતિબંધો હટાવાયા હતા ત્યારે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!
આ પણ વાંચોઃ Mia Khalifa એ શર્ટના બટન ખોલીને ફોટા ફરતા કર્યા! પેન્ટ પણ પહેર્યું નહોતું એટલે ગરમ થઈ ગયો માહોલ
આ પણ વાંચોઃ સલમાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી! બિકિની પહેરી દરિયા કાંઠે બેઠી, જોઈને તમે પણ પલળી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે