કોચી કાર્નિવલ વિવાદ: 31મીએ સળગાવાતાં પૂતળાને મોદીનો લુક અપાતાં ભાજપ બગડી

ભાજપના સ્થાનિક નેતાઓએ પોલીસને ફરિયાદ કરી છે કે પ્રખ્યાત કોચીન કાર્નિવલમાં સ્થાપિત વિશાળ 'પપ્પનજી'નું પૂતળું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સામ્યતા ધરાવે છે. ફોર્ટ કોચી ખાતે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભાજપે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો..

કોચી કાર્નિવલ વિવાદ: 31મીએ સળગાવાતાં પૂતળાને મોદીનો લુક અપાતાં ભાજપ બગડી

નવી દિલ્હી: કેરળમાં કોચીન કાર્નિવલના પૂતળાને લઈને વિવાદ થયો છે. ભાજપે તેનો વિરોધ કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે કોચીન કાર્નિવલ માટે બનાવવામાં આવેલ પપ્પનજીનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળતો આવે છે. હવે કોચી ખાતે કાર્નિવલ વિવાદમાં સપડાઈ ગયો છે. નવા વર્ષને આવકારવા મધ્યરાત્રિએ 'પપ્પનજી' પ્રગટાવવાનો કાર્નિવલ રિવાજ છે પણ પૂતળાનું કવર હટાવવામાં આવ્યું ત્યારે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો, જે પીએમ મોદીને મળતો આવે છે. 

આ પણ વાંચો:

ભાજપના સ્થાનિક નેતાઓએ પોલીસને ફરિયાદ કરી છે કે પ્રખ્યાત કોચીન કાર્નિવલમાં સ્થાપિત વિશાળ 'પપ્પનજી'નું પૂતળું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સામ્યતા ધરાવે છે. ફોર્ટ કોચી ખાતે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે તેને વડાપ્રધાન મોદી જેવો દેખાડવામાં આવ્યો છે.

No description available.

મધ્યરાત્રિએ 'પપ્પનજી' પ્રગટાવીને નવા વર્ષને આવકારવાનો કાર્નિવલમાં રિવાજ છે. સ્થાનિક ભાજપના નેતાઓ પીએમના 'અપમાન' પર ગુસ્સે થઈ રહ્યા છે, ઇવેન્ટના આયોજકોએ કહ્યું છે કે વિશાળ પૂતળાનો ચહેરો બદલાશે.

આ પણ વાંચો:

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપે આ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજેપી નેતાએ કહ્યું કે પાર્ટીના વિરોધ બાદ આયોજકોએ તેમને ખાતરી આપી છે કે પપ્પનજીનો લુક બદલવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોચીન કાર્નિવલ માટે બનેલા પપ્પનજીને આ વખતે સૂટ અને દાઢી પહેરેલા વૃદ્ધ વ્યક્તિનું રૂપ આપવામાં આવ્યું છે. તે 31મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ પ્રગટાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news