Photos : સલમાન ખાન ફરી એકવાર જોધપુર જેલમાં, જુઓ Exclusive તસ્વીરો...
સલમાન ખાનને 20 વર્ષ જુના કાળા હરણ શિકાર કેસમાં પાંચ વર્ષની સજા થઇ છે. સજા ફટકારવામાં આવ્યા બાદ તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો.તેની પહેલા પણ જોધપુર જેલમાં કેદી રહી ચુક્યો છે. જેલમાંતેની ઓળખ કેદી નંબર 343 તરીકે હતી. ગત્ત બે દશકમાં સલમાન ખાને અત્યાર સુધી 18 દિવસ જેલમાં કાઢ્યા છે. આ જ જેલમાં યૌન શોષણનો આરોપી આસારામ પણ કેદ છે. મુસ્લિમ વ્યક્તિને હિંસક રીતે મારીને જીવતો સળગાવનાર શભુલાલ રયગર પણ આ જેલમાં જ કેદ છે.
Trending Photos
જોધપુર : સલમાન ખાનને 20 વર્ષ જુના કાળા હરણ શિકાર કેસમાં પાંચ વર્ષની સજા થઇ છે. સજા ફટકારવામાં આવ્યા બાદ તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો.તેની પહેલા પણ જોધપુર જેલમાં કેદી રહી ચુક્યો છે. જેલમાંતેની ઓળખ કેદી નંબર 343 તરીકે હતી. ગત્ત બે દશકમાં સલમાન ખાને અત્યાર સુધી 18 દિવસ જેલમાં કાઢ્યા છે. આ જ જેલમાં યૌન શોષણનો આરોપી આસારામ પણ કેદ છે. મુસ્લિમ વ્યક્તિને હિંસક રીતે મારીને જીવતો સળગાવનાર શભુલાલ રયગર પણ આ જેલમાં જ કેદ છે.
બોલિવુડ ભિનેતા સલમાન ખાનને 1998નાં કાળીયાર શિકાર કેસમાં ગુરૂવારે અહીંની કોર્ટે પાંચ વર્ષ માટે સજા ફટકારી હતી. જ્યારે ચાર અન્ય આરોપીઓને મુક્ત કરી દીધા હતા. જો કે જેલ જતા સમયે સલમાન ખુબ જટેન્શનમાં દેખાયો હતો. તે બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલ હતા. અભિનેતાને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યો છે. જો સજા ત્રણ વર્ષ જેલથી ઓછી હોત તો સલમાનને આ જ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી શક્યો હોત. જો કે હવે તેને જામીન માટે સત્ર કોર્ટમાં જવું પડશે.
અભિનેતાનાં પક્ષનું પ્રતિનિધિત્વ વકીલ હસ્તિમલ સારસ્વત કરી રહ્યા હતા. સલમાન કેસમાં ચુકાદો મુખ્ય ન્યાયીક દંડાધિકારી દેવ કુમાર ખત્રીએ આપ્યો હતો. આ દરમિયાન સલમાનની બહેન અલવીરા અને અર્પિતા પણ હાજર રહી હતી. બિશ્નોઇ સમુદાય દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિશ્નોઇ સમાજનાં અધ્યક્ષ શિવરાજ બિશ્નોઇએ કહ્યું કે અન્ય સ્ટારને મુક્ત કરવામાં આવ્યા તે ચુકાદાને તેઓ ઉચ્ચ કોર્ટમાં પડકારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે