બોલિવુડના મહાનાયકને અપાયો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આ સન્માન આપ્યું છે. આ પ્રસંગે અમિતાભે ભારતની જનતાનો આભાર માન્યો હતો. સન્માન મળ્યા બાદ બચ્ચને ભારત સરકા, જ્યૂરીને સદસ્યો પ્રતિ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ઈશ્વરની કૃપા, માતાપિતાના આર્શીવાદ ઉપરાંત ભારતની જનતાના પ્રેમને કારણે હું અહી ઉભો છું.

બોલિવુડના મહાનાયકને અપાયો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

નવી દિલ્હી :બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આ સન્માન આપ્યું છે. આ પ્રસંગે અમિતાભે ભારતની જનતાનો આભાર માન્યો હતો. સન્માન મળ્યા બાદ બચ્ચને ભારત સરકા, જ્યૂરીને સદસ્યો પ્રતિ પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ઈશ્વરની કૃપા, માતાપિતાના આર્શીવાદ ઉપરાંત ભારતની જનતાના પ્રેમને કારણે હું અહી ઉભો છું.

— ANI (@ANI) December 29, 2019

અમિતાભે કહ્યું કે, જ્યારે આ પુરસ્કારની જાહેરાત થઈ તો મારા મનમાં સવાલ આવ્યો કે, શું મારું પૂરુ થયાના કે રિટાયર્ડમેન્ટ લેવાના આ સંકેત છે? તો હું તમ સૌને બતાવવા માંગું છું કે, મને હજી બહુ કામ કરવાનું છે. આ પહેલા અમિતાભ બચ્ચનને 23 ડિસેમ્બરના રોજ સન્માન અપાવાનુ હતું. પરંતુ તેમની તબિયત ખરાબ થવાને કારણે અમિતાભ બચ્ચન સન્માન લેવા પહોંચી શક્યા ન હતા. આ કારણે આજે 29 ડિસેમ્બર માટે ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. ભારતીય સિનેમામાં કોઈ વ્યક્તિ વિશેષના ખાસ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર સૌથી પહેલા 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન પહેલા વિનોદ ખન્ના, મનોજ કુમાર, શશી કપૂર સહિત બોલિવુડના અનેક કલાકારોને આ વિશેષ યોગદાનથી નવાજવામાં આવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news