Assam mizoram dispute: મિઝોરમની સાથે સરહદ વિવાદે લીધું હિંસક રૂપ, અસમ પોલીસના 6 જવાનોના મોત

અસમ તરફથી સ્થાનીક લોકોએ આરોપ લગાવ્યો કે, લાકડી, રોડ અને ત્યાં સુધી કે રાઇફલોથી લેસ થઈને અનેક ઉપદ્રવીઓએ લૈલાપુરમાં અસમ પોલીસના કર્મીઓ પર હુમલો કર્યો અને કાર્યાલય સંબંધિત વાહનો સહિત ઘણા વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દીધા. 

Assam mizoram dispute: મિઝોરમની સાથે સરહદ વિવાદે લીધું હિંસક રૂપ, અસમ પોલીસના 6 જવાનોના મોત

નવી દિલ્હીઃ પૂર્વોત્તરના બે રાજ્યો અસમ અને મિઝોરમ વચ્ચે સરહદ પર જારી હિંસામાં અસમ પોલીસના છ જવાનોના મોત થયા છે. અસમના મુખ્યમંત્રી હિંતમ બિસ્વ સરમાએ ટ્વીટ કરતા કહ્યુ- મને તે જાણ કરતા ખુબ દુખ થઈ રહ્યુ છે કે અસમ-મિઝોરમ સરહદ પર અમારા રાજ્યની બંધારણીય બોર્ડરની રક્ષા કરતા અસમ પોલીસના છ જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. 

મહત્વનું છે કે અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાએ સોમવારે મિઝોરમના પોતાના સમકક્ષ ઝોરમથાંગાને પૂર્વોત્તરના બે રાજ્યો વચ્ચે સરહદ પર જારી હિંસાને લઈને વાત કરી અને મતભેદ દૂર કરવા માટે આઇઝોલના પ્રવાસનો પ્રસ્તાવ રાખ્યો છે. બંને મુખ્યમંત્રી ટ્વિટર પર આમને-સામને થઈ ગયા હતા, જેણે શનિવારે શિલોંગમાં પૂર્વોત્તર રાજ્યોના સરહદ વિવાદ પર એક બેઠક કરી હતી. 

સરમાએ મિઝોરમના મુખ્યમંત્રી સાથે કરી વાત
સરમાએ ટ્વીટ કર્યુ- મેં હાલ માનનીય મુખ્યમંત્રી ઝોરમથાંગા જી સાથે વાત કરી. મેં પુનરાવર્તિત કર્યુ કે અસમ અમારા રાજ્યોની સરહદો વચ્ચે યથાસ્થિતિ અને શાંતિ બનાવી રાખશે. મેં આઇઝોલ જવા અને જરૂરીયાત પડવા પર આ મુદ્દા પર ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શરૂઆતમાં અસમ પોલીસે દાવો કર્યો કે આ દરમિયાન કછાર જિલ્લામાં મિઝોરમ તરફથી ઉપદ્રવી તત્વો દ્વારા કરાયેલા પથવારમાં તેમના છ પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થઈ ગયા છે, પરંતુ હવે મુખ્યમંત્રીએ છ જવાનોના મોતની વાત કહી છે. 

— ANI (@ANI) July 26, 2021

અનેક ઉપદ્રવીઓએ પોલીસ જવાનો પર કર્યો હુમલો
અસમ તરફથી સ્થાનીક લોકોએ આરોપ લગાવ્યો કે, લાકડી, રોડ અને ત્યાં સુધી કે રાઇફલોથી લેસ થઈને અનેક ઉપદ્રવીઓએ લૈલાપુરમાં અસમ પોલીસના કર્મીઓ પર હુમલો કર્યો અને કાર્યાલય સંબંધિત વાહનો સહિત ઘણા વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દીધા. તેમણે દાવો કર્યો કે ઉપદ્રવીઓએ અસમ પોલીસકર્મીઓ પર ગોળી ચલાવી, પરંતુ તેની તત્કાલ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ બાદમાં મુખ્યમંત્રીએ છ જવાનોના મોતની પુષ્ટિ કરી છે. 

જૂનથી સરહદ પર તણાવ
જૂનથી મિઝોરમ-અસમની સરહદ પર તણાવ જારી છે, જ્યારે અસમ પોલીસે વાયરેંગટેથી નજીક પાંચ કિલોમીટરના અંતર પર સ્થિત એટલાંગ હનાર વિસ્તાર પર કથિત રીતે નિયંત્રણ કરી લીધું અને પાડોશી રાજ્ય પર તેની સરહદનું અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે થયેલી હિંસાને લઈને મિઝોરમના નાયબ પોલીસ મહાનિરીક્ષક (ઉત્તરી રેન્જ) લાલબિયાકથાંગા ખિયાંગતેએ ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે ઘટના અશાંત ક્ષેત્રમાં એટલાંગ ધારાની પાસે રાત્રે આશરે 11 કલાકે થઈ છે. આ ગામ વૈરેંગટેના કિસાનોના હતા, જે અસમના નજીકના પાડોશી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news