MP: વૃદ્ધ દંપત્તિની આંખો સામે જમીનદોસ્ત થઈ ગયું મકાન, લોકો બનાવતા રહ્યાં VIDEO

મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં જોત જોતામાં એક મકાન ધસી પડ્યું. અહેવાલ મુજબ પાડોશના એક મકાનમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. હાલ મકાન આ રીતે જમીનદોસ્ત થવાનું કોઈ કારણ તો જાણવા મળ્યું નથી. પરંતુ મકાન પડવાનો આ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. 
MP: વૃદ્ધ દંપત્તિની આંખો સામે જમીનદોસ્ત થઈ ગયું મકાન, લોકો બનાવતા રહ્યાં VIDEO

ભોપાલ: મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં જોત જોતામાં એક મકાન ધસી પડ્યું. અહેવાલ મુજબ પાડોશના એક મકાનમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. હાલ મકાન આ રીતે જમીનદોસ્ત થવાનું કોઈ કારણ તો જાણવા મળ્યું નથી. પરંતુ મકાન પડવાનો આ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. 

ઘટના સમયે મકાનની અંદર એક વૃદ્ધ દંપત્તિ હતું. તેમણે જણાવ્યું કે ગઈ કાલે બપોરે અચાનક મકાનમાંથી કઈંક અવાજો આવવા લાગ્યાં. અનહોનીની શંકા જતા તેઓ બહારની તરફ ભાગ્યાં હતાં. જોતજોતામાં તો મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ વૃદ્ધ દંપત્તિ સાથે બીજા કોણ-કોણ મકાનમાં રહેતા હતાં. 

— ANI (@ANI) February 15, 2018

વૃદ્ધે જણાવ્યું કે અમારી આંખો સામે મકાન પડી રહ્યું હતું અને લોકો તમાશો જોઈ રહ્યાં હતાં. તેમણે કહ્યું કે આસપાસ ઊભેલા લોકો વીડિયો બનાવતા રહ્યાં પરંતુ કોઈએ અમારો સામાન કાઢવામાં મદદ કરી નહીં. મકાન જેમનું હતું તે વૃદ્ધ દંપત્તિ હવે તો બેસહારા થઈ ગયા છે. મકાન તૂટી પડવાથી ગૃહસ્થી સહિત લાખોનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news