બુરાડી સામૂહિક આત્મહત્યા કેસ: 11 મૃતકોમાંથી ધ્રુવ અને શિવમ અંગે થયો ચોંકાવનારો ખુલાસો

ઉત્તર દિલ્હીના સંતનગર વિસ્તારના બુરાડીમાં લલિત ભાટીયાના પરિવારના 11 સભ્યોની સામૂહિક હત્યા જે કોકડું ગુંચવાયેલું હતું તેનો લાગે છે કે ઉકેલ આવી ગયો છે.

બુરાડી સામૂહિક આત્મહત્યા કેસ: 11 મૃતકોમાંથી ધ્રુવ અને શિવમ અંગે થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ઉત્તર દિલ્હીના સંતનગર વિસ્તારના બુરાડીમાં લલિત ભાટીયાના પરિવારના 11 સભ્યોની સામૂહિક હત્યા જે કોકડું ગુંચવાયેલું હતું તેનો લાગે છે કે ઉકેલ આવી ગયો છે. ઝી ન્યૂઝને સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પરિવારના સૌથી નાની વયના સભ્યો ધ્રુવ અને શિવમના હાથ કચકચાવીને રસ્સીથી બાંધેલા હતાં. આ બાળકોએ તેમના મોત પહેલા જે કઈં થઈ રહ્યું હતું તેનો વિરોધ કર્યો હતો. સૂત્રોના જણાવ્યાં અનુસાર જાણવા મળ્યું છે કે પોલીસ દાવો કરે છે કે 15 વર્ષના આ બે છોકરાઓના હાથ જબરદસ્તીથી બાંધવામાં આવ્યાં હતાં. પોસ્ટમોર્ટમમાં હાથ પર તેના કારણે ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. પોલીસને એક રજિસ્ટર પણ મળ્યું છે જેને વાંચીને લાગે છે કે પરિવારે આત્મહત્યાનો સમગ્ર ઘટનાક્રમ પહેલેથી જ નક્કી કરી લીધો હતો. મોટાભાગનું લખાણ પ્રિયંકાનું છે. બુરાડીમાં આ પરિવારના 11 સભ્યોમાંથી 10ના મૃતદેહો રવિવારે રૂમમાં લટકતા મળ્યા હતાં જ્યારે ઘરના વડીલ 77 વર્ષના નારાયણી દેવીનો મૃતદેહ ઘરના બીજા રૂમમાં જમીન પર પડેલો મળી આવ્યો હતો. 

શરૂઆતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવાયું હતું કે 11 સભ્યોએ ફાંસો ખાધો અને લડાઈ કે સંઘર્ષના કોઈ સંકેત મળ્યા નથી. લખાણમાં ચારેબાજુ વડપૂજાનો ઉલ્લેખ હતો. દિલ્હી પોલીસે જો કે હજુ સુધી નક્કી નથી કર્યું કે કોઈ મનોરોગ વિશેષજ્ઞની મદદ લેવાય કે નહીં જેથી કરીને મૃતક સભ્યોની મનોદશાને સમજી શકાય. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ તપાસ કરી રહ્યાં છે કે શું લલિત કોઈના પ્રભાવમાં આવી વાતો કરતો હતો. તેણે દાવો કર્યો હતો કે તેની અંદર તેના પિતાનો આત્મા છે. પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યાં છે કે શું લલિતના મગજમાં આ પ્રકારની વાતો કોઈ નજીકની વ્યક્તિ ભરી રહ્યો હતો કે પછી તે કોઈ મનોરોગથી પીડિત હતો. તપાસમાં એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરાશે કે શું કોઈ બહારની વ્યક્તિનો પ્રભાવ હતો કે નહીં. 

પોલીસે એ પણ જણાવ્યું કે શરૂતામાં રસ ન દાખવ્યા બાદ હવે કેટલાક સંબંધીઓ લલિતના વ્યવહાર અંગે વાતો કરવા લાગ્યા છે. લલિતની પત્ની ટીનાએ તેની બહેનો અને કેટલાક અન્ય સંબંધીઓને કહ્યું હતું કે લલિતમાં ક્યારેક ક્યારેક તેના પિતાનો આત્મા આવે છે. જો કે તેમણે કહ્યું કે લલિતને ક્યારેય વિચિત્ર રીતે વ્યવહાર કરતા જોયો નથી. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ કોઈ ચિંતાની વાત હોઈ શકે છે. કારણ કે તેના વ્યવહારના કારણે ઘરના કોઈ સભ્યને નુકસાન થયું નથી. લલિતના ભાઈ અને બહેન કે જે રાજસ્થાન અને હરિયાણામાં રહે છે તેમને આ અંગે કશું જ જાણકારી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news