ટ્રિપલ તલાકના દોષીઓને ત્રણ વર્ષની સજા અને દંડ! આ દિશામાં ભરાયું પગલું
મુસ્લિમ મહિલાઓની મજબૂતીની દિશામાં આગળ એક પગલું ભર્યું છે
- સરકાર આ બિલને સંસદમાં રજૂ કરશે
- ત્રણ તલાકના દોષીઓે ત્રણ વર્ષની સજા અને દંડ
- કેબિનેટની નેશનલ મેડિકલ કમિશનને પણ મંજૂરી
Trending Photos
નવી દિલ્હી : મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ એટલે કે ટ્રિપલ તલાક બિલને શુક્રવારે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સરકાર આ બિલને સંસદમાં રજૂ કરશે. હકીકતમાં સરકારનો મુખ્ય એજન્ડા સંસદના શિયાળુ સત્રમાં આ બિલને પસાર કરવાનો છે.
હકીકતમાં ત્રણ તલાક પર પ્રસ્તાવિત કાયદાના ખરડામાં કહેવામાં આવ્યું છે કે એક વખતમાં ત્રણ તલાક દેવાનું ગેરકાનૂની થશે અને આમ કરનાર પતિને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંત્રી સમુહ દ્વારા વિચારવિમર્શ પછી બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આ્વ્યો છે. ડ્રાફ્ટ બિલમાં ટ્રિપલ તલાકના દોષીઓને ત્રણ વર્ષની સજા અને દંડ આપવાનો પ્રસ્તાવ શામેલ છે. આને ગંભીર અને બિનજામીનપાત્ર અપરાધ ગણવામાં આવશે.
આમાં પીડિત મુસ્લિમ મહિલાને ભરણપોષણનો અધિકાર તેમજ સગીર બાળકની કસ્ટડી દેવાનો પ્રસ્તાવ પણ શામેલ છે. ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કેન્દ્રના આ ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. ખરડા પ્રમાણે કોઈપણ રીતે ત્રણ તલાક (બોલીને, લખીને અથવા તો ઇ-મેઇલ, એસએમએસ કે વોટ્સએપ જેવા ઇલેકટ્રોનિક માધ્યમ) ગેરકાનૂની હશે. આ ડ્રાફ્ટને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, નાણામંત્રી અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ અને પી.પી. ચૌધરીએ મળીને તૈયાર કર્યો છે.
આ સિવાય કેબિનેટે નેશનલ મેડિકલ કમિશનને મંજૂરી આપી દીધી છે. એમસીઆઇની જગ્યા હવે રાષ્ટ્રીય મેડિકલ આયોગ લેશે જે સમયાંતરે મેડિકલ કોલેજોની તપાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે