CBSE 10th Result 2022 Declared: સીબીએસઈએ જાહેર કર્યું ધોરણ 10નું પરિણામ, ડાઈરેક્ટ લિંકથી આ રીતે કરો ચેક
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું ટર્મ 2નું પરિણામ આજે જાહેર કરી દીધુ છે. આ અગાઉ બોર્ડે ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા હતા. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હોય તેઓ પોતાના પરિણામ અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે.
Trending Photos
CBSE 10th Result 2022 Declared: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું ટર્મ 2નું પરિણામ આજે જાહેર કરી દીધુ છે. આ અગાઉ બોર્ડે ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા હતા. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હોય તેઓ પોતાના પરિણામ અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in કે www.cbse.gov.in પર જઈને ચેક કરી શકે છે. આ વખતે કુલ 94.40 ટકા પરીક્ષાર્થીઓ પાસ થયા છે. CBSE એ 10માં ધોરણ ટર્મ 2ની પરીક્ષાનું આયોજન 26 એપ્રિલથી 24મી મેના રોજ કરાવ્યું હતું અને ધોરણ 12ની પરીક્ષા 26 એપ્રિલથી 15 જૂન વચ્ચે કરાવ્યું હતું. 10માં ધોરણના પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓને રોલ નંબર અને જન્મતારિખની જરૂર પડશે.
અગાઉની જેમ આ વખતે પણ સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પરિમઆમ લિંક ડિજિલોકર એપ અને વેબસાઈટ digilocker.gov.in પર ઉપલબ્ધ છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાી માર્કશીટ, સર્ટિફિકેટ, અને માઈગ્રેશન સર્ટિફિકેટ પણ ડિજિલોકર દ્વારા આપવામાં આવે છે.
અગાઉની જેમ આ વખતે પણ સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પરિમઆમ લિંક ડિજિલોકર એપ અને વેબસાઈટ digilocker.gov.in પર ઉપલબ્ધ છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાી માર્કશીટ, સર્ટિફિકેટ, અને માઈગ્રેશન સર્ટિફિકેટ પણ ડિજિલોકર દ્વારા આપવામાં આવે છે.
ડિજિલોકર પર આ રીતે કરો ચેક...
-વિદ્યાર્થીઓ સ્માર્ટફોનમાં ડિજિલોકર વેબસાઈટ digilocker.gov.in પર જઈ શકે છે કે પ્લે સ્ટોરમાં જઈને ડિજિલોકર એપ ડાઉનલોડ કરી લેવી.
- હોમ પેજ પર સાઈન અપ લિંક પર ક્લિક કરો.
- તમારું નામ (આધાર કાર્ડમાં હોય તે) જન્મ તારિખ, કેટેગરી, વેલિડ મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, આધાર નંબર અને 6 અંકનો સિક્યુરિટી પીન દાખલ કરો.
- માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી ભર્યા બાદ યૂઝરનેમ સેટ કરો.
- અકાઉન્ટ બન્યા બાદ 'CBSE Class 10 result 2022' પર ક્લિક કરો.
- તમારો રોલ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાંખો. તમારું પરિણામ સ્ક્રીન પર ખુલી જશે.
- તેને ચેક કરો અને ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ લઈ તમારી પાસે રાખી શકો છો.
આ વેબસાઈટ પર જઈને પણકરી શકશો CBSE 10th Result 2022 Term 2નું પરિણામ ચેક
સીબીએસઈએ પોતાની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ધોરણ 10ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડે હાલમાં જ પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કર્યું છે. વિદ્યાર્થીઓ તેના ઓફિશિયલ પોર્ટલ parikshasangam.cbse.gov.in ઉપર પણ સીબીએસઈ ધોરણ 10નું પરિણામ ચેક અને ડાઉનલોડ કરી શકો છો.
આ રીતે કરો ચેક
- પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ cbse.gov.in કે cbseresults.nic.in પર જાઓ.
- અહીં તમને હોમ પેજ પર CBSE 10th Result term 2 2022 જોવા મળશ. પરિણામ આવ્યા બાદ અહીં લિંક એક્ટિવ થશે.
- હવે તમે તમારો રોલ નંબર અને જન્મતારીખ નાખો અને ફરી લોગઈન કરો.
- તમારું પરિણામ તમને જોવા મળશે. તમે ઈચ્છો તો ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ પણ લઈને રાખી શકો છો.
Central Board of Secondary Education (CBSE) announces Class 10 results pic.twitter.com/YKjX2cHgpj
— ANI (@ANI) July 22, 2022
અત્રે જણાવવાનું કે સીબીએસઈની કુલ 22732 શાળાઓ છે. 7406 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષાઓના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. જેમાંથી 8,94,993 વિદ્યાર્થીનીઓ અને 12,21,195 વિદ્યાર્થીઓ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે