CBSE Board Exams 2021 Date: સસ્પેન્સ ખતમ, આ દિવસે થશે CBSE બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખ (CBSE Board Exams Date)ને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. જો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે પહેલેથી જ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સમય આપવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી: સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખ (CBSE Board Exams Date)ને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. જો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે પહેલેથી જ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સમય આપવામાં આવશે, એટલે કે ફેબ્રુઆરીમાં પરીક્ષાના સમાચાર ખોટા છે. હવે આ વાતનો જવાબ મળવાનો સમય આવી ગયો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કર્યું ટ્વીટ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંક (Minister Ramesh Pokhriyal Nishank)એ શનિવારે ટ્વીટ કર્યું છે કે તેઓ 31 ડિસેમ્બર બોર્ડની પરીક્ષાની તારીખ (CBSE Board Exam Date)ની જાહેરાત કરશે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કર્યું છે, 'વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી જાહેરાત.
📢Major announcements for students & parents!
I will announce the date when the exams will commence for students appearing for #CBSE board exams in 2021.
Stay tuned. pic.twitter.com/Lvp9Lf0qsT
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 26, 2020
હું તે તારીખની જાહેરાત કરીશ જ્યારે 2021માં #CBSE બોર્ડ પરીક્ષા (CBSE Board Exam Date)માં બેસનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ક્યારે શરૂ થશે. અમારી સાથે જોડાયેલા રહો. તેમના ટ્વીટની સાથે તેમણે એક ગ્રાફ પણ શેર કર્યો જેમાં તેણે કહ્યું છે કે 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે