CBSE એ કર્યું કન્ફર્મ, ધોરણ 10 અને 12ની ટર્મ-1ના પરિણામ આજે જાહેર નહીં થાય

CBSE Class 10, 12 Board Results: સીબીએસઈના અધિકારીઓએ હવે કન્ફર્મ કરી દીધુ છે કે સીબીએસઈ ધોરણ 10 અને 12ના બોર્ડ પરિણામની જાહેરાત આજે થાય તેવી શક્યતા નથી.

CBSE એ કર્યું કન્ફર્મ, ધોરણ 10 અને 12ની ટર્મ-1ના પરિણામ આજે જાહેર નહીં થાય

CBSE Class 10, 12 Board Results: સીબીએસઈના અધિકારીઓએ હવે કન્ફર્મ કરી દીધુ છે કે સીબીએસઈ ધોરણ 10 અને 12ના બોર્ડ પરિણામની જાહેરાત આજે થાય તેવી શક્યતા નથી. પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે આ અંગે પૂછવામાં આવતા પુષ્ટિ કરી છે. જો કે તેમણે કોઈ નિશ્ચિત તારીખ જણાવી નથી. અત્રે જણાવવાનું કે આ અગાઉ એવી અટકળો હતી કે પરિણામ (CBSE Class 10, 12 Board Results) આજે એટલે કે 24 જાન્યુઆરી 2022ના રોજ બહાર પડી શકે છે. પરંતુ બોર્ડ અધિકારીએ એ કન્ફર્મ કરી દીધુ છે કે રિઝલ્ટ આજે જાહેર નહીં કરાય. 

સીબીએસઈ ધોરણ 10, 12 પરિણામ 2021-22 ટર્મ 1 જાહેર થશે ત્યારે cbse.gov.in 2022 પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ રોલ નંબર અને જન્મતારીખનો ઉપયોગ કરીને સીબીએસઈ પરિણામ 2021 ટર્મ 1 ચકાસી શકશે. તેઓ ડિજિલોકર એપર અને વેબસાઈટના માધ્યમથી પણ સીબીએસઈ ધોરણ 10 અને 12ના પરિણામ જોઈ શકશે. સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ડિસેમ્બર 2021માં લેવાઈ હતી. આ વર્ષે સીબીએસઈ બોર્ડ 1 અને ટર્મ 2 પરીક્ષાઓના આધારે અંક આપશે. જેને અંતિમ અંકોમાં જોડવામાં આવશે. 

CBSE Class 10, 12 Board Exam 2022 Term 1 result આ રીતે ચેક કરવા
પરિણામ જાહેર થાય ત્યારે વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે. 

1. CBSE ની અધિકૃત વેબસાઈટ  cbse.gov.in  પર જાઓ.
2. અપાયેલી લિંક  CBSE 10th Term 1 Result 2022 કે CBSE 12th Result 2022 પર ક્લિક કરો. 
3. નવું પેજ ખુલશે. અહીં તમે રોલ નંબર અને જન્મતિથિ તથા અન્ય માહિતી ભરો. 
4. ત્યારબાદ તમારી સ્ક્રીન પર કક્ષા 10માં કે કક્ષા 12ના પરિણામ આવી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news