કચ્છના સસ્પેન્ડેડ પોલીસ જવાનો વિશે રવિના ટંડને કહ્યું, માફ કરી દો, એ પણ માણસો જ છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત પોલીસના ધજ્જિયા ઉડાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યો. જેમાં પોલીસ વર્દી પહેરેલા કેટલાક ઓફિસર પોલીસ જીપમાં સવાર થઈને ગીત પર ઝૂમી રહ્યા છે. જોકે, પોલીસ જવાનોને આ રીતે તાગડધિન્ના કરવુ ભારે પડ્યુ હતું. વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપી દ્વારા એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડન આ સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓના વ્હારે આવી છે. રવિના ટંડને સોશિયલ મીડિયા પર લખ્યુ કે, ગાંધીધામના એ 3 પોલીસકર્મીની સજા માફ કરાય. તેઓ પણ માણસ છે.
વીડિયો થયો હતો વાયરલ
એક વીડિયોમાં ચાર પોલીસ કર્મીઓ કારમાં સવાર થઈને યુનિફોર્મ પહેરીને એક ગીત પર ઝૂમી રહ્યાં છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસ કરતા જાણવા મળ્યુ કે, જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરી કચ્છના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ ત્રણેય જવાન સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા નજર આવ્યા હતા. તેઓ કારમા હાથ હલાવીને ઝૂમી રહ્યા હતા.
આ પણ વાંચો : નાક કપાયુ અને લગ્ન તૂટ્યા... નાક તોડવાની પરંપરાને લઈને બે પરિવારો ઝઘડી પડ્યા અને કન્યાએ લગ્નની ના પાડી
So good to see the band do a chilled out rendition of a70s hit,and let themselves go! They are human too!Way to go boys!let the naysayers go hang themselves!Wish the cops who were suspended in Kutch,are let off with a”don’t do it again”.Our boys also need to destress at times!♥️ https://t.co/99Dlu4aJ8C
— Raveena Tandon (@TandonRaveena) January 23, 2022
રવિના ટંડને કરી માફ કરવાની અપીલ
રવિના ટંડને સોશિયલ મીડિયા પર કચ્છના એ સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસ કર્મીઓ માટે લાગણી વ્યક્ત કરી. સાથે જ સજા પણ માફ કરવી જોઇએ તેવી ટીપ્પણી કરી છે. રવિના ટંડને ટ્વિટર પર લખ્યુ કે, તેમને જવા દ્યો, તે પણ માણસ છે, જવાનો છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલાં જવાનોને ફરી તેવું નહીં કરવાની સૂચના આપી જવા દેવાય. આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે.
આ પણ વાંચો : હાય રે કુદરત.... લગ્નની ખુશી બે ઘડી પણ ન ચાલી, દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનુ મોત થયુ
તમમ જવાનોને સસ્પેન્ડ કરાયા
વર્દી પહેરેલા જવાનો આ રીતે ઝૂમી ડાન્સ કરે તે ખાખીને શોભે તેવી વાત ન હતી. જોકે, આ વીડિયો ઉપરી અધિકારીઓના ધ્યાનમાં આવતા જ તાત્કાલિક પગલા લેવાયા હતા. ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ત્રણેય જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે