Fact Check: આજે છે CBSE ધોરણ 12નું પરિણામ? વાયરલ થઈ રહેલ દાવાનું જાણો સત્ય
Fact Check: સોશિયલ મીડિયા પર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) નો એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમા દાવો કરાયો છે કે મંગળવારે બોર્ડ 12માં ધોરણના પરિણામ જાહેર કરશે. બોર્ડે આ લેટરને હવે ફેક ગણાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) નો એક લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમા દાવો કરાયો છે કે મંગળવારે બોર્ડ 12માં ધોરણના પરિણામ જાહેર કરશે. બોર્ડે આ લેટરને હવે ફેક ગણાવ્યો છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના લેટરપેડ પર 22 જાન્યુઆરીની તારીખનો સર્ક્યુલર વાયરલ થયો છે. જેમાં કહેવાયું છે કે CBSE એ એચઆરડી મિનિસ્ટ્રી સાથે વાતચીત કર્યા બાદ 12મા ધોરણના પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 12મા ધોરણના પરિણામ જાહેર થવાની તારીખ 25-1-22 બપોરે 2 વાગ્યાની છે. પરિણામો માટે કેન્ડિડેટ્સે પોતાના એજ્યુકેશન સેન્ટરને ફોલો કરવું જોઈએ.
A circular allegedly issued by CBSE claims that the class 12th Board exam results will be announced on 25/01/2022#PIBFactcheck
▶️ This circular is fake
▶️ @cbseindia29 has issued no such circularhttps://t.co/Eb4JE4UFjf pic.twitter.com/x1ULR1zbHM
— PIB Fact Check (@PIBFactCheck) January 25, 2022
આ લેટર પર સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીના હસ્તાક્ષર પણ છે. લેટરમાં કુલ 3 પોઈન્ટસમાં દાવો કરાયો છે કે પરિણામો મંગળવારે જાહેર થશે. CBSE બોર્ડે આ લેટરને ફેક ગણાવતા ટ્વીટ કર્યો છે. લેટર ફેક હોવા પર મહોર લગાવી છે. ટ્વીટમાં કેટલાક હેશટેગનો ઉપયોગ કરાયો છે. જેમ કે #cbseforstudents #Exams #Fake #CBSE.
આ બાજુ પીઆઈબી ફેક્ટ ચેકરે પણ લેટરને ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે એક સર્ક્યુલર એવો દાવો કરે છે કે CBSE 12માં ધોરણના પરિણામ 25 જાન્યુઆરીએ જાહેર થશે. આ સર્ક્યુલર ફેક છે. સીબીએસઈએ આવો કોઈ સર્ક્યુલર બહાર પાડ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે