CBSEની મોટી જાહેરાત, Lockdown દરમિયાન પોતાના હોમ ટાઉનમાં આપી શકે છે પરીક્ષા
Trending Photos
નવી દિલ્હી: કોવિડ-19ને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલું લોકડાઉન દરમિયાન જે બાળકો પોતાના વતન અથવા અન્ય પ્રદેશમાં જતા રહ્યાં છે, તેમને વધારે પરેશાન થવાની જરૂર નથી કેમ કે, સીબીએસઈ તેમની 10માં અને 12માં ધોરણની પરીક્ષા તેમના જિલ્લામાં કરાવવાનો પ્રયાસ કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાણકારી આપી હતી. નિશંકે કહ્યું, કોવિડ-19 સંકટના કારણે હજારો બાળકો તેમના ગૃહ પ્રદેશમાં જતા રહ્યાં હતા. આવી સ્થિતિમાં બોર્ડ પરિક્ષાઓમાં સામેલ થવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનામાં રાખી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ આ નિર્ણય કર્યો છે કે, આવા વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા તેમના ગૃહ જિલ્લામાં આપી શકે છે.
મંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બોર્ડ દ્વારા અગાઉ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રમાં આવવાની જરૂર રહેશે નહીં અને સીબીએસઇ આ સંદર્ભે વિદ્યાર્થીઓને વિનંતી નોંધાવવા માટેના માળખાની ઘોષણા કરશે.
નિશાંકે કહ્યું કે, વિદ્યાર્થીએ શાળાને જાણ કરવી જોઇએ કે તે કયા જિલ્લામાં છે અને ક્યાથી તેની પરીક્ષા આપવા માંગે છે. તેમણે કહ્યું કે સીબીએસઈ બોર્ડ તેમની સુવિધા મુજબ પરીક્ષા ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જૂનના પહેલા અઠવાડિયામાં વિદ્યાર્થીઓ જાણ કરશે કે પરીક્ષા ક્યાં લેવી છે. નોંધપાત્ર વાત એ છે કે કોવિડ -19 ના ફેલાવાને કારણે સ્કૂલ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી અને હવે પરીક્ષા 1 થી 15 જુલાઇની વચ્ચે રહેશે. વર્ગ 12 ની બાકી રહેલી પરીક્ષા આખા દેશમાં લેવામાં આવશે, જ્યારે 10 ની વર્ગની બાકી પરીક્ષા ફક્ત ઉત્તર પૂર્વ દિલ્હીમાં લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે