અમિત શાહે કહ્યું ત્રિપુરા સહિત તમામ રાજ્યોમાં જંગીબહુમતથી જીતશે ભાજપ, જણાવ્યો 2024નો પ્લાન

​અમિત શાહે જણાવ્યુંકે, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બધે ભાજપ જીતશે. એવું અમિત શાહે પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. ભાજપની સરકારની નવી નવી યોજનાઓ, મોદીજીના વિકાસના વિઝનને લોકોએ અપનાવી લીધું છે.

અમિત શાહે કહ્યું ત્રિપુરા સહિત તમામ રાજ્યોમાં જંગીબહુમતથી જીતશે ભાજપ, જણાવ્યો 2024નો પ્લાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે, ત્રિપુરામાં અમારી સીટો અને વોટ શેર બન્ને વધશે. કારણકે, અહીં કોંગ્રેસના સેંકડો મોટા નેતાઓની હત્યાઓ થઈ છે. અહીં કોમ્યુનીસ્ટ અને કોંગ્રેસ સાથે મળીને લડશે. ત્રિપુરામાં ત્યાર સુધીના તમામ રેકોર્ડ આ વખતે ભાજપ તોડશે. અમે એટલાં શક્તિશાળી બની ગયા છે કે હવે કોઈ અમારી સામે એકલું લડવા નથી માંગતું. મેં અહીં ચાર રેલીઓ અને ત્રણ રોડ શો કર્યા છે. મેં આજની રેલીમાં જે દ્રશ્યો જોયા એવા અત્યાર સુધી નથી જોયા. 

અમિત શાહે જણાવ્યુંકે, ચલો પલટાઈનો નારો અમે સરકાર બદલવા માટે નહોતો આપ્યો. એ નારો અમે ત્રિપુરાની સ્થિતિ બદલવા માટે આપ્યો હતો. અહીં લાંબા સમયથી વાંમપંથી દળ સરકારમાં હતું. પાંચમું પે કમિશન અપાતું હતું. અમે સાતમું પે કમિશન આપ્યું. અમે અહીં હિંસા અને નાશાના કારોબારનો સમાપ્ત કર્યો. આ વખતે અમે ત્રિપુરાના વિકાસનો નારો લઈને આવ્યાં છીએ. અમે કંટ્રોલ કરવા માટે બદલાવ નથી કરતા. કાર્યકર્તાના વિપલવદેવજીને રાજ્યસભાના મેમ્બર બનાવ્યા છે તેમને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યાં છે. રાજ્યમાં માણેક શાહને સાથે સહિયોગ કરી રહ્યાં છે. અમે કાર્યકરોને સેન્ટ્રલ પોલિટિક્સમાં લઈ જઈએ છે. આ એક પ્રમોશન છે એમાં બીજુ કંઈક નથી. હંગ બનવાની નથી. ત્રિપુરામાં 12 વાગ્યા પહેલાં જ ભાજપ પૂર્ણ બહુમત સાથે જીતી જશે.

અમિત શાહે જણાવ્યુંકે, સમગ્ર ઉત્તરપૂર્વમાં મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ અમે ઘણાં સુધારા કર્યાં છે. આતંકી સંગઠનોને અમે અટકાવ્યાં છે. ત્રિપુરામાં બબ્બે એરપોર્ટ બની રહ્યાં છે. 8 વર્ષના નાના ગાળામાં પ્રધાનમંત્રી પોતે 51 વાર નોર્થ ઈસ્ટ આવ્યાં જે એક રેકોર્ડ છે. આઝાદીથી પહેલીવાર આટલીવાર કોઈ પીએમ આવ્યું છે. કોરોના બાદ વિના મુલ્યે ચાવલ આપીએ છીએ. દર 15 દિવસે એક કેન્દ્રીય મંત્રી ફરજિયાત અહીં આવે છે. ઉત્તરપૂર્વ અને બાકીના ભારત વચ્ચેના મનની દૂરી પીએમ મોદીએ દૂર કરી છે. મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા બધે લોકોને મોદી પર ભરોસો છે. અહીં અમે હિંસા થતી અટકાવી છે. ઉત્તરપૂર્વી રાજ્યોમાં સીએએ અને એનઆરસીનો મુદ્દો ઉઠાવાયો નથી.
 

 

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે, જનજાતિ સમુદાય પર અમારો ફોકસ છે. વર્ષો બાદ ભગવાન બિરસા મુંડા માટે કંઈ મોટા પાયે સન્માનનું કામ થઈ રહ્યું છે. પહેલીવાર રાષ્ટ્રપતિ જનજાતિ સમાજ માંથી અમારી સરકારમાં આવ્યાં છે. કોંગ્રેસના રાજમાં આવું નહોતું થતું. જનજાતિ સમાજને પાણી, વીજળી, હેલ્થ કાર્ડ, સિલિન્ડર, મુફ્ત ચાવલ બધુ જનજાતિને લાભ અપાય છે. જનજાતિને હવે વિકાસનો અનુભવ થઈ ગયો છે. એમને સમજાઈ ગયું છેકે, અમને ગુમરાહ કરીને અમારા હાથમાં ખોટી રીતે હથિયારો પકડાવી દેવામાં આવ્યો હતો. 2024 પહેલાં નોર્થ ઈસ્ટની તમામ રાજધાની રેલ અને એરથી જોડાઈ જશે. આ કોઈ નાની વાત નથી. અમે પીએફઆઈને પ્રતિબંધિત કર્યું છે. જે આતંકવાદને જાતિવાદને ફેલાવતું હતું. અમારી સરકારે આ મુદ્દે ગંભીરતાથી પગલાં લીધાં છે. પીએફઆઈ દેશભરમાં નેટવર્ક ફેલાવી રહ્યું હતું. તેથી અમે એના તુરંત અટકાવી દીધું છે.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે,  ભારતમાતાનું મંદિર એ ચૂંટણીલક્ષી પ્રોજેક્ટ નથી. આ મંદિરમાં જવાથી જો મારા પર કોઈ આરોપ લાગશે તો તમામ આરોપો મને મંજૂર છે. ભાજપમાં લોકશાહી તંત્ર છે. અહીં રાજા કા બેટા રાજા બનાવવાની નીતિ નથી. કોંગ્રેસ પરિવારવાદને લઈને ચાલે છે. અમે પરિવાર વાદને ખતમ કરી નાંખીશું. કાશ્મીરમાં પણ જે પરિવાર વાદ ચાલે છે એ નહીં ચાલે. કોંગ્રેસનો અડાણી અંગે જે આરોપ છે એ મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સંજ્ઞાન લીધું છે. ભાજપ કંઈ છુપાવી રહ્યું નથી. અને ભાજપે ડરવાની કોઈ જરૂર નથી. મામલો કોર્ટમાં છે એટલે વધારે હું કંઈ નહીં કહું. રાહુલ ગાંધીને કોણ સ્ક્રીપ લખીને આપે છે એ રાહુલ ગાંધીએ વિચારવાનું છે. ભાજપ પર લગાવેલાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થયો નથી.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે,  કોંગ્રેસ પાસે ભાજપ વિરુદ્ધ કોઈપણ પુરાવા હોય તો કોર્ટમાં જઈ શકે છે. કોર્ટ તો ભાજપની નથીને. સત્ય કરોડો સૂર્યની ભાતિ તેજસ્વી થઈને બહાર આવે છે. સત્ય સામે ચલડવા લોકો વિવાદ ઉભા કરતા હોય છે.  પાર્લામેન્ટમાં લોકો ગાળો બોલો છે એ વસ્તુ પણ જનતા જોતી હોય છે. અને જનતા મત આપતી વખતે આ તમામ બાબતોનું ધ્યાન રાખતી હોય છે. અમે દરેક સાથે બેસીને વિવાદો દૂર કરવા તૈયાર છીએ. 

વાંરવાર થતી ચૂંટણીઓઃ
અમિત શાહે જણાવ્યુંકે, પીએમ મોદીએ પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ એક સાથે કરવાનો મત મુકેલો છે. બધી પાર્ટીને આના પર વિચાર કરવા જણાવ્યું છે. એક જ સમયે ચૂંટણી થશે એવું આગામી સમયમાં બધા વિચાર કરી શકે છે.

બીજા રાજ્યોમાં ચૂંટણીમાં શું થશે-
અમિત શાહે જણાવ્યુંકે, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બધે ભાજપ જીતશે. એવું અમિત શાહે પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું. ભાજપની સરકારની નવી નવી યોજનાઓ, મોદીજીના વિકાસના વિઝનને લોકોએ અપનાવી લીધું છે. દેશને દુનિયામાં સન્માન અપાવવાનું કામ મોદીજીએ કર્યું છે. અર્થતંત્ર 11 મા નંબરથી 5 માં નંબરે પહોંચાડ્યું છે. તેથી દેશની જનતાના વિકાસનું બીડું ઝડપ્યું છે.

જી20 સમિટથી શું લાભ-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે, મોદીના સમયમાં જી20નું નેતૃત્વ ભારતને મળ્યું છે. તો એ તો ગૌરવની વાત છે. મોદીજીના આયોજનની દુનિયા કાયલ છે. દુનિયા આશ્ચર્યજનક રીતે આને જોઈ રહી છે. અમે દરેક રાજ્યોને જી20 સમિટ માટે મોકો આપ્યો છે. આના માટે કેટલી તૈયારીઓ કરવી પડે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે, જમ્મુકશ્મીરમાં આતંકવાદ અમે દૂર કર્યો છે. મુગલોનું યોગદાન અમે હટાવવા નથી માંગતું. કોઈ જૂની પરંપરાને પ્રસ્થાપિત કરવા માંગે તો એ સારી બાબત છે. જૂના નામો પાછા લાવી શકાય છે.

2024નો શું છે ભાજપનો પ્લાન-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુંકે, દેશનો વિકાસ, સુરક્ષિત દેશ, દુનિયાનું સૌથી ઝડપી અર્થ તંત્ર ભારતને બનાવવું. દેશના 60 કરોડ ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન. અંતરિક્ષમાં ભારત લીડર બનશે. ડ્રોનની પોલીસી બનાવી. ઈન્ટસ્ટીલ ડેવલપમેન્ટ. મેકઈન ઈન્ડિયા પર ભાર મુક્યો છે. ભારત ડિફેન્સમાં વિદેશ પરની નિર્ભરતા ઓછી કરાઈ. વામપંથી ઉગ્રવાલ ખતમ કર્યો. કશ્મીરમાં આતંકવાદ કંટ્રોલમાં છે. નોર્થ ઈસ્ટના ઉગ્રવાદી ગ્રૂપોને સમજાવી સુધારો કર્યો. આ દરેકના બેજ પર અમને પુરો વિશ્વાસ છેકે, અમે બહુમત સાથે 2024માં જીતીશું અને મોદીજી ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનશે. એમાં કોઈ સ્પર્ધા નથી. દેશ મોદીની સાથે આગળ વધી રહ્યો છે. અમે કોઈને પ્રિન્સિપલ ઓપોજિશન માનતા નથી. 

અમિત શાહે જણાવ્યુંકે, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા બધા કોંગ્રેસના રાજ્યો હતા. જે હવે ભાજપના હાથમાં આવી જશે. ભારત જોડો યાત્રાથી ભાજપને કોઈ ફેર પડતો નથી. મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે બનાવેલી નીતિઓએ ભારતને વિશ્વફલક પર લઈ ગયું છે. નવી શિક્ષાનીતિ આગામી 50 વર્ષ સુધી નવી પેઢી બનાવશે. જે વિશ્વમાં ભાજપને ચમકાવી દેશે. 

આંતરિક સુરક્ષા-
અમિત શાહે જણાવ્યુંકે, બિહાર-ઝારખંડ, વામપંથી ઉગ્રવાદ ઓછો થયો. છત્તીસગઢ, જમ્મુ-કશ્મીરમાં આતંકવાદને કંટ્રોલ કર્યો. આ દરેક બાબતોમાં ઈન્ટરનલ સિક્યોરિટી પર ભારત સરકારનો પુરો કંટ્રોલ છે. ખાલિસ્તાનને અમે આગળ વધવા નહીં દઈએ, આ મુદ્દે પંજાબ સરકાર સાથે પણ કોર્ડિનેશન થઈ રહ્યું છે. ભારત સરકારને અમે ચલાવીએ છીએ કોઈને ડરવાની જરૂર નથી.

જમ્મુ-કશ્મીરનો મુદ્દો-
અમિત શાહે જણાવ્યુંકે,જમ્મુકશ્મીરમાં ચૂંટણીનું કામ પણ ચૂંટણીપંચે હાથમાં લઈ લીધું છે. આગામી સમયમાં આ બાબતે પણ જનતા નિર્ણય કરશે. જમ્મુકશ્મીરમાં પરિવારવાદ ચાલતો હતો. ત્રણ પરિવાર કબજો કરીને બેઠા હતા 70 વર્ષથી. ફારુખ અબદુલ્લાહના રાજમાં આંતકવાદ વધ્યો. મહેબુબુ મુફ્તીને અમે બહુ સીરિયલી નથી લેતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news