Chandra Grahan 2022: 'ભારે' છે આ ચંદ્ર ગ્રહણ, અશુભ અસરથી બચવા માટે રાશિ પ્રમાણે આ ઉપાય અજમાવો
Chandra Grahan Effect on Rashi: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે 8 નવેમ્બર 2022ના રોજ મંગળવારે કાર્તિક પૂર્ણિમાના રોજ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે જે અનેક રીતે ખાસ છે. આ ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં લાગી રહ્યું છે અને ચંદ્ર ગ્રહણ બાદ 5 ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આવામાં ચંદ્ર ગ્રહણના દુષ્પ્રભાવોથી બચવા માટે રાશિ મુજબ કેટલાક ઉપાયો જરૂર કરવા જોઈએ.
Trending Photos
Chandra Grahan Effect on Rashi: જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે 8 નવેમ્બર 2022ના રોજ મંગળવારે કાર્તિક પૂર્ણિમાના રોજ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે જે અનેક રીતે ખાસ છે. આ ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં લાગી રહ્યું છે અને ચંદ્ર ગ્રહણ બાદ 5 ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આવામાં ચંદ્ર ગ્રહણના દુષ્પ્રભાવોથી બચવા માટે રાશિ મુજબ કેટલાક ઉપાયો જરૂર કરવા જોઈએ. આવો જાણીએ તમામ 12 રાશિઓ માટે ચંદ્ર ગ્રહણની અશુભ અસરથી બચવા માટેના કયા હોઈ શકે ઉપાય...
મેષ રાશિ: મેષ રાશિના જાતકો ચંદ્ર ગ્રહણ બાદ જળમાં મિસરી ભેળવીને ચંદ્ર દેવને અર્ધ્ય આપે. તેનાથી માનસિક તાણ ઓછું થશે.
વૃષભ રાશિ: આ રાશિના જાતકોને ચંદ્ર ગ્રહણ દરમિયાન આંખોની સમસ્યા થઈ શકે છે. આ જાતકો દિવસ મીઠાનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરે.
મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો ચંદ્ર ગ્રહણ બાદ કાચા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરે. તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.
કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોને ચંદ્ર ગ્રહણ શારીરિક કષ્ટ આપી શકે છે. ગ્રહણ દરમિયાન સતત 'ॐ सोमाय नमः' નો જાપ કરવાથી લાભ થશે.
સિંહ રાશિ: આ ચંદ્ર ગ્રહણના કારણે સિંહ રાશિના જાતકોને શારીરિક સમસ્યા થઈ શકે છે. ખર્ચો વધી શકે છે. દિવસમાં 'ॐ नमः शिवाय' મંત્રનો જાપ કરો, રાહત મળશે.
કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો ચંદ્ર ગ્રહણ બાદ સ્નાન કરીને શિવલિંગ પર એક ચપટી ચોખા કે અક્ષત અર્પણ કરે. તેનાથી અટકેલું ધન કે અન્ય વસ્તુ પાછા મળવા માટેના રસ્તા ખુલશે.
તુલા રાશિ: તેમના માટે પણ ચંદ્ર ગ્રહણ સારું કહી શકાય નહીં. કરિયરમાં સમસ્યા થઈ શકે છે. શિવ ચાલીસાના પાઠ કરે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો અને તેમના પિતાના સ્વાસ્થ્ય માટે ચંદ્ર ગ્રહણ ઠીક નથી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બની શકે તો આજે ચાંદીના વાસણમાં પાણી પીઓ.
ધનુ રાશિ: ધનુ રાશિના જાતકોના જીવનમાં પણ ચંદ્ર ગ્રહણ સમસ્યા લઈને આવી શકે છે. સાસરિયા સાથે સંબંધ બગડી શકે છે. અન્ન અને જળનું દાન કરો.
મકર રાશિ: મકર રાશિના જાતકો ચંદ્ર ગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે ચંદ્ર સ્તોત્રનો પાઠ કરે. વેપારમાં સમસ્યા થઈ શકે છે.
કુંભ રાશિ: આ જાતકો આજે શિવાષ્ટક સ્તોત્રનો પાઠ કરો. ગુપ્ત શત્રુઓથી રાહત મળશે.
મીન રાશિ: મીન રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ લવ લાઈફમાં સમસ્યા પેદા કરશે. શિવજીની આરાધના કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે