22 વર્ષના યુવાને ન આપી લાંચ તો બન્યો પોલીસની બર્બરતાનો શિકાર, Facebook પર વ્યક્ત કરી વ્યથા
ચેન્નાઈમાં બની છે આ ચોંકાવનારી ઘટના
Trending Photos
નવી દિલ્હી : 19 જુલાઈની રાત્રે ચેન્નાઈમાં ચોંકાવનારો બનાવ બની ગયો છે. અહીં રાતના લગભગ 11:30 વાગ્યે 22 વર્ષનો મુસ્લિમ યુવક હારૂન સૈત જ્યારે પોતાના નજીકના મિત્રના લગ્નના રિસેપ્શનમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સબ ઇન્સ્પેક્ટરે તેને ચેકિંગ માટે રોકી લીધો હતો. તે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ બતાવી ન શક્યો તો પોલીસે તેની પાસે લાંચ માગી. હારુને જ્યારે લાંચ આપવાની ના પાડી તો એસઆઇએ પહેલાં થપ્પડ મારી અને પછી લાકડીથી તેને માર્યો. આ દરમિયાન ચાર કોન્સ્ટેબલ હતા પણ કોઈએ હસ્તક્ષેપ ન કર્યો.
હારુને પોતાની આ વ્યથા સોશિયલ વેબસાઇટ ફેસબુક પર શેયર કરી. આ મામલો પ્રકાશમાં આવતા આરોપી સબ ઇ્ન્સ્પેક્ટર એમએચ ઇલૈયારાજાને સસ્પેન્ડ કરી દેવામાં આ્વ્યો છે અને ડેપ્યુટી કમિશનર રેંકના અધિકારીને આ મામલાની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. હારૂને પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તે રાત્રે તેના બે મિત્રો એક એક્ટિવા પર અને તે બીજા એક્ટિવા પર હતો. ઇલૈયારાજાએ રૂટિન ચેકિંગના નામે તેને રોક્યા અને પછી તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાના કારણે પૈસા પણ માગ્યા. હારુનના દાવા પ્રમાણે તેની પાસે લાઇસન્સની ઝેરોક્ષ હતી પણ મૂળ કોપી નહોતી. આ ઝેરોક્ષ જોયા પછી ઇલૈયારાજા ન મા્ન્યો અને લાંચ આપવા માટે દબાણ કરવા લાગ્યો.
હારૂને જ્યારે લાંચ આપવાની ના પાડી ત્યારે તેને જબરદસ્તી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને તેનો ફોન જપ્ત કરી લેવામાં આ્વ્યો. પોલીસ સ્ટેશનમાં હારૂનને બહુ માર મારવામાં આ્વ્યો જેના કારણે તેને ભારે ઇજા પહોંચી હતી. હારુનના પિતાને આ વાતની જાણ કરવામાં આવી અને તેઓ હારુનને એક હોસ્પિટલમાં લઈ ગયા.
આ મામલો શાંત થવાના બદલે વધતો ગયો. થોડા સમય પછી પોલીસ હોસ્પિટલમાં આવી અને પીડિત પર દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ મામલે કોઈ કેસ ન કરવામાં આવે. થોડા સમય પછી હારુનને લાગ્યું કે કદાચ તેનો મેડિકલ રિપોર્ટ પણ બદલી દેવામાં આવશે. પોલીસના દબાણ પછી પણ હારુનના પરિજનોએ કેસ દાખલ કર્યો અને આરોપી વિરૂદ્ધ કાર્યવાહી થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે