અગ્નિપથ યોજનાને લઇને ફેલાવવામાં આવી રહ્યો છે ભ્રમ, જાણો સેનામાં ભરતી સાથે જોડાયેલા આ ફેક્ટ્સ

સરકારે આ આશંકાઓને દૂર કરતાં કહ્યું કે સૈન્ય બળોમાં ભરતી થનાર અગ્નિવીરોનું ભવિષ્ય સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. હવે જ્યારે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તેને દૂર કરવા માટે સરકારે તથ્ય સામે રાખ્યા છે.

અગ્નિપથ યોજનાને લઇને ફેલાવવામાં આવી રહ્યો છે ભ્રમ, જાણો સેનામાં ભરતી સાથે જોડાયેલા આ ફેક્ટ્સ

Agneepath Scheme: અગ્નિપથ યોજનાને લઇને ઘણા પ્રકારના ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને લઇને સૈન્ય બળોમાં ભરતીને લઇને તૈયારી કરી રહેલા કેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શન પણ કર્યા છે. સરકારે આ આશંકાઓને દૂર કરતાં કહ્યું કે સૈન્ય બળોમાં ભરતી થનાર અગ્નિવીરોનું ભવિષ્ય સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. હવે જ્યારે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તેને દૂર કરવા માટે સરકારે તથ્ય સામે રાખ્યા છે.

ભ્રમ- પૂર્વ સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા થઇ નથી? 

તથ્ય- ગત બે વર્ષોથી પૂર્વ સૈન્ય અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી. આ પ્રસ્તાવ મિલિટ્રીઓ ઓફિસર વિભાગમાં મિલિટ્રી ઓફિસરો દ્રારા તૈયાર કરવામાં આવ્યો. આ વિભાગ સરકારે જ ગઠિત કર્યો છે. ઘણા પૂર્વ સૈન્ય અધિકારીઓએ આ યોજનાને સ્વિકાર કરી છે તથા પ્રશંસા કરી છે. એટલે કે અગ્નિપથ યોજના અને અગ્નિવીરોને લઇને જે આશંકાઓ છે, તે પાયાવિહોણી છે. સેનાને રાજકારણથી દૂર રાખવી જોઇએ. 

ભ્રમ- અગ્નિવીર સમાજ માટે ખતરો હશે અને આતંકવાદીઓ સાથે મળી જશે? 

તથ્ય- આ ભારતીય સેનાના મૂલ્યો તથા આદર્શોનું અપમાન છે. 4 વર્ષ વર્દી પહેરનાર યુવાન જીંદગીભર દેશ માટે પ્રતિબદ્ધ રહેશે. આજે પણ સેનામાંથી નિવૃત થયેલા હજારો લોકો છે જેમની પાસે તમામ કુશળતાઓ છે પરંતુ દેશ વિરોધી તાકતો સાથે જોડાયેલા નથી. 

ભ્રમ- રેજીમેંટમાં ભાઇચારા પર અસર પડશે? 

તથ્ય- રેજીમેંટ વ્યવસ્થામાં કોઇપણ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. પરંતુ આ વધુ મજબૂત હશે કારણ કે સૌથી ઉત્કૃષ્ટ અગ્નિવીરોની પસંદગી થશે અને તેનાથી યૂનિટની અંદર તાલમેલને વધુ મજબૂતી મળશે. 

ભ્રમ- તેનાથી સેનાના ત્રણેય અંગોની ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડશે? 

તથ્ય- મોટાભાગના દેશોમાં આ પ્રકારની ઓછા સમયગાળાની સેવાઓની વ્યવસ્થ્યા છે. એટલે આ પહેલાં જ પરીક્ષણ થઇ ગયું છે અને યુવા તથા ધારદાર સેના માટે સારી વ્યવસ્થા ગણવામાં આવે છે. પહેલાં વર્ષે ભરતી અગ્નિવીરોની સંખ્યા આર્મ્ડ ફોર્સીસની ફક્ત 3 ટકા હશે. આ ઉપરાંઅત 4 વર્ષ સેનામાં ફરીથી ભરતી પહેલાં અગ્નિવીરોના પ્રદર્શનની તપાસ કરવામાં આવશે. આ પ્રકારે સેનાને સુપરવાઇઝરી રેંક માટે તપાસે અને પરખેલા લોકો મળશે. 

ભ્રમ- અગ્નિવીરોનું ભવિષ્ય અસુરક્ષિત?

તથ્ય- જે ઉદ્યમી બનવા માંગે છે, તેના માટે નાણાકીય પેકેજ અને બેંકમાંથી લોનની યોજના છે. જે આગળ ભણવા માંગે છે, તેમને 12મા ધોરણ બરાબર સર્ટિફિકેટ આપવામાં આવશે અને આગળના અભ્યાસ માટે બ્રિજિંગ કોર્સ મળશે. જે નોકરી કરવા માંગે છે, તેમને CAPF કેન્દ્રીય સશસ્ત્ર પોલીદ બળ તથા રાજ્ય પોલીસબળમાં ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. અન્ય ક્ષેત્રોમાં પણ તેમની નોકરીઓની ઘણી તકો ખોલવામાં આવી રહી છે. 

ભ્રમ- અગ્નિપથના કારણે યુવાનો માટે અવસર ઓછા થઇ જશે? 

તથ્ય- તેનાથી યુવાનો માટે સેનામાં નોકરીની તકો વધશે. આગામી વર્ષોમાં, સેનામાં અગ્નિવીરોની ભરતી હાલના સ્તરના ત્રણ ગણા થઇ થશે. 

ભ્રમ- સેના માટે 21 વર્ષના યુવા પરિપક્વ અને વિશ્વાસપાત્ર નથી? 

તથ્ય- દુનિયાભરમાં સેનાઓ યુવાનો પર નિર્ભર છે. કોઇપણ સમયે અનુભવી લોકોની સંખ્યામાં યુવા વધુ હોતા નથી. હાલની યોજના દીર્ઘકાલમાં યુવાઓ તથા અનુભવીઓના 50-50 ટકા મિશ્રણ લાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news