Navjot Singh Sidhu પર પાર્ટી હાઈ કમાન મહેરબાન, જલદી મળી શકે છે મોટી જવાબદારી

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુ પર મહેરબાન જોવા મળી રહી છે. તેમને જલદી કોઈ મોટી જવાબદારી મળી શકે છે. 

 Navjot Singh Sidhu પર પાર્ટી હાઈ કમાન મહેરબાન, જલદી મળી શકે છે મોટી જવાબદારી

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુ પર મહેરબાન જોવા મળી રહી છે. તેમને જલદી કોઈ મોટી જવાબદારી મળી શકે છે. 

કેપ્ટન મંત્રીમંડળમાં પણ ફેરબદલ શક્ય
આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટી હાઈકમાન પંજાબમાં એન્ટી ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર)ને દૂર કરવાની  કોશિશમાં છે. આ માટે કેપ્ટન અમરિન્દર સિંહ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. કોઓર્ડિનેશન કમિટીએ પણ તેની ભલામણ કરી છે. 

નવજોત સિંહ સિદ્ધુથી રાહુલ ગાંધી નારાજ
નવજોત સિંહ સિદ્ધુ હાલ દિલ્હીમા છે અને તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી હતી. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી નવજોત સિંહ સિદ્ધુથી નારાજ છે અને સોનિયા ગાંધી સાથે હજુ સુધી તેમની મુલાકાત થઈ શકી નથી. 

હાઈકમાનની ઓફરથી ખુશ નથી સિદ્ધુ
સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુને પંજાબમાં કેમ્પેઈનિંગ કમિટીના ચીફનું પદ આપવા માંગે છે. પરંતુ સિદ્ધુ હાઈકમાનની આ ઓફરથી ખુશ નથી. 

હિન્દુ નેતા સિદ્ધુને નથી બનાવવા માંગતા PPCC ચીફ
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુવારે કોંગ્રેસના હિન્દુ ભાઈચારાના નેતાઓ સાથે 4 કલાક ચંડીગઢમાં બેઠક કરી. આ દરમિયાન હિન્દુ ભાઈચારાના નેતાઓએ સિદ્ધુ અંગે સીએમ સામે પોતાની વાત રજુ  કરી. જેમાં ત્રણ મુખ્ય વાતો હતી. 1. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી (PPCC) ચીફ હિન્દુ ભાઈચારાના નેતા હોવા જોઈએ. 2 સિદ્ધુને PPCC ના ચીફ તરીકે સ્વીકારવામાં નહીં આવે. 3. હાઈકમાને પંજાબના શહેરી વોટરને ધ્યાનમાં રાખવા જોઈએ. 

પાર્ટી હાઈકમાન સાથે મુલાકાત કરી શકે છે અમરિન્દર સિંહ
હાઈકમાને સીએમ કેપ્ટન અમરિન્દર સિંહને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી સીએમએ પીસી કરી નથી. આ બધા વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે અમરિન્દર સિંહ એકવાર ફરીથી દિલ્હી આવી શકે છે અને કોંગ્રેસ હાઈકમાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે. 

સિદ્ધુ જેવો કોઈ આદમી ન હોવો જોઈએ દેશનો નેતા-અકાલી દળ
અકાલી દળના નેતા મહેશ ઈન્દર સિંહ ગ્રેવાલે નવજોત સિંહ સિદ્ધુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પંજાબ બરબાદ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પોતાની સીટ બચાવવામાં લાગી છે. કોંગ્રેસની સરકાર નિર્ણય નથી લઈ શકતી. તેઓ સિદ્ધુને ચમકાવી રહ્યા છે. પરંતુ તે કોંગ્રેસ માટે જોખમ બનશે. નવજોત સિંહ સિદ્ધુ જેવો માણસ દેશનો નેતા ન હોવો જોઈએ. કારણ કે તેની મિત્રતા ઈમરાન ખાન સાથે છે જે આપણા દેશ માટે જોખમી બની શકે છે. કોંગ્રેસે તે સમજવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news