મહાત્મા ગાંધીએ દેશને 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી. ઇન્દોરવાળા 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે: સિદ્ધૂ
Trending Photos
નવી દિલ્હી: પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ એકવાર ફરી ભાજપા અને વડાપ્રધાનમંત્રી મોદી પર નિશાન તાક્યું છે. નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્દોરની એક રેલીમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર ટિપ્પણી કરતાં તેમના પર વિભાજનકારી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે 'કોંગ્રેસ તે પાર્ટી છે, જેને દેશને સ્વતંત્રતા અપાવી છે. આ મહાત્મા ગાંધી મૌલાના આઝાદની પાર્ટી છે, તેમણે 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી અને તમે ઇન્દોરવાળા હવે 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે.' તેમણે કહ્યું કે 'મોદીમાં દમ હોય તો તે રોજગાર, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટની લડીને બતાવે. તે લોકોને ધર્મ અને નાત-જાતના નામ પર વહેંચી રહ્યા છે અને તેના જોરે ચૂંટણી લડી રહ્યા છે.'
પીએમ મોદી પર આરોપ લગાવતાં કહ્યું કે 'મોદી સરકાર બે કરોડ બેરોજગાર યુવાનોને નોકરી અપાવે, વિદેશી બેંકોમાંથી કાળુ નાણુ પરત લાવે અને ગંગા નદીને સાફ કરવામાં પણ નિષ્ફળ રહી છે. મોદી ફક્ત ખોટું બોલી રહ્યા છે અને ના ફક્ત તે તેમના વિસ્તારમાં ખોટું બોલે છે. મેં હીરો નંબર વન જોઇ છે, પરંતુ હાલમાં એક નવી ફિલ્મ ચાલી રહી છે, ફેંકૂ નંબર વન.' તો બીજી તરફ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે 'ન રામ મિલા, ન રોજગાર મિલા. દરેક ગલીમાં બેરોજગાર મળ્યો.'
તમને જણાવી દઇએ કે આ પહેલાં ભોપાલમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર વિવાદિત ટિપ્પણી કરતાં ચૂંટણી પંચ નવજોત સિંહ સિદ્ધૂને નોટીસ પણ મોકલવામાં આવી છે. આ નોટીસમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કોંગ્રેસ નેતાને 29 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર આપેલા નિવેદન પર જવાબ માંગ્યો છે. તમારા નિવેદનમાં કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે 'હિંદુસ્તાનના બધી બેંકોના પૈસા ચોરીને મોદી સાહેબ ગરીબોને કહે છે, અમીરોને કહે છે, ભાગતા ફરે છે, ભાગતા રહો. તમે પેટભરીને ખાધા અને તામ્ને અંબાણીને ભરપૂર ખવડાવ્યા, ખવડાવ્યા કે નહી.'
Punjab Minister and Congress leader Navjot Singh Sidhu in Indore: Congress is the party that gave freedom to the country, it is the party of Maulana Azad & Mahatma Gandhi, unhone 'goron' se aazadi di thi aur tum Indore walo ab 'kale angrezo' se iss desh ko nijaat dilayoge. (10.5) pic.twitter.com/wjsmmfxZxC
— ANI (@ANI) May 11, 2019
નવજોત સિંહ સિદ્ધૂએ આગળ કહ્યું કે '2014માં તમે ગંગાને લાલ બનાવીને આવ્યા હતા, પરંતુ હવે 2019માં તમે રાફેલના દલાલ બનીને જશો. નરેન્દ્ર મોદી અમે તમારા મોટા રાષ્ટ્રદોહી આજ સુધી જોયા નથી. જવાનોના લાશોનું રાજકારણ થાય છે. દેશને વહેંચવાનું રાજકારણ થાય છે. સિદ્ધૂના નિવેદન બાદ મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપની ચૂંટણી કમિશન કમિટીના સભ્ય નીરજએ એક ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં નવજોત સિંહ સિદ્ધૂ દ્વારા 29 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર આપત્તિજનક નિવેદનનો આરોપ લગાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે