કર્ણાટકમાં મંત્રી પદને લઇને ભૂકંપ, નારાજ કોંગ્રેસ ધારાસભ્યોની ભાજપમાં થઇ શકે છે એન્ટ્રી!

કર્ણાટકમાં કોંગ્રેસના 78 અને જેડીએસના 37 ધારાસભ્યો છે. કર્ણાટકમાં જનતા દળ(એસ) કોંગ્રેસ ગઠબંધનની સરકારનું બુધવારે વિસ્તરણ કરાયું છે. જેમાં 25 ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. 

Updated By: Jun 8, 2018, 12:13 PM IST
કર્ણાટકમાં મંત્રી પદને લઇને ભૂકંપ, નારાજ કોંગ્રેસ ધારાસભ્યોની ભાજપમાં થઇ શકે છે એન્ટ્રી!

નવી દિલ્હી : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર રચાયા બાદ પણ અસંતોષનો માહોલ હજુ જાણે યથાવત છે. કોંગ્રેસના 78 અને જેડીએસના 37 ધારાસભ્યો છે. કર્ણાટકમાં જેડીએસ કોંગ્રેસના ગઠબંધનની સરકારમાં બુધવારે મંત્રી મંડળનું વિસ્તરણ કરાયું છે. જેમાં 25 ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જોકે આમ છતાં નારાજ કેટલાક કોંગી ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ભાજપમાં જોડાય એવી સંભાવનાઓ પ્રબળ બનતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. 

કોંગ્રેસમાં જે ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું નથી એવા ધારાસભ્યોમાં નારાજગી એટલી હદે વકરી રહી છે કે તેઓ પાર્ટી છોડવા સુધી તૈયાર થયા હોવાનું સામે આવી રહ્યું છે. નારાજ ધારાસભ્યો ગમે તે ઘડીએ ભાજપમાં જોડાય એવી શક્યતાઓ તેજ બનવા પામી છે. 

આપને જણાવીએ કે, કોંગ્રેસ જેડીએસના ગઠબંધનની સરકારમાં બુધવારે વિસ્તરણ કરાતાં 25 ધારાસભ્યોને મંત્રી બનાવાયા છે. જેમાં કોંગ્રેસના 14, જેડીએસના 9, બસપાનો એક તેમજ અપક્ષ એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. 

કર્ણાટકમાં કોંગ્રેસની મુસીબત જાણે ઓછી થવાનું નામ ન લેતી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતમાં સરકાર બનાવવાને લઇને વિવાદ સર્જાયો હતો જેમાં જેડીએસ સાથે ગઠબંધન રચાતાં સરકાર તો રચાઇ છે પરંતુ હવે મંત્રી પદને લઇને વિવાદ ઉગ્ર બનવા પામ્યો છે. આ જોતાં ભાજપને ફરી એકવાર સરકાર બનાવવા માટે તક મળે એવી શક્યતાઓ પ્રબળ બનતી જણાય છે.

દેશના અન્ય લેટેસ્ટ ન્યૂઝ, જાણો