Rajasthan Election 2018: ભાજપને પછાડી કોંગ્રેસ સોશ્યલ મીડિયા પર બન્યું નંબર-1

જે સોશિયલ મીડિયાને પ્રચાર માધ્યમ તરીકે ભાજપ આક્રમક રીતે ઉપયોગ કરતું આવ્યું છે, રાજસ્થાનમાં કોંગ્રેસે આ બાજી પલ્ટી નાખી છે

Rajasthan Election 2018: ભાજપને પછાડી કોંગ્રેસ સોશ્યલ મીડિયા પર બન્યું નંબર-1

જયપુર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવામાં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી બચ્યા છે. ગણત્રીનાં બચેલા અંતિમ ત્રણ દિવસ એક તરફ પાર્ટીઓએ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ રાજનીતિક સંગ્રામ ચાલી રહ્યો છે. સત્તાધારી પાર્ટી ભાજપ સામે પડકાર બનીને ઉભેલી કોંગ્રેસે ઓનલાઇન અભિયાન શરૂઆતથી જ ટ્રેન્ડિંગમાં છે અને ખાસ વાત છે કે પાર્ટી પોતાનો રેકોર્ડ યથાવત્ત જાળવી રાખ્યો છે. આ કડીમાં સોમવારે પોતાનાં હેશટેગનો ઉપયોગ કરીને કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સોશિયલ મીડિયા ટીમે ટ્વીટર પર મનોરંજક રીતે વીડિયો અને ગ્રાફીક્સ દ્વારા ભાજપ પર ફિલ્મી હૂમલો કર્યો હતો. 

કોંગ્રેસનો દાવો છે કે ફેમસ ફિલ્મી ડાયલોગ્સ અને નેતાઓનાં ચર્ચિત નિવેદો દ્વારા ભાજપનાં કથિત અસત્યની વિરુદ્ધ સાચાને મત આપવાની અપીલે લોકોને ખુબ જ મનોરંજન પણ પુરૂ પાડ્યું છે. યુઝર્સ પણ કોંગ્રેસનાં વીડિયો પર રાજનીતિક વ્યંગ કરી રહ્યા છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, તે કહેવું ખોટુ નહી ગણાય કે જે પ્રકારે બોલિવુડમાં ખાનની બોલબાલા ચાલે છે તેવી જ રીતે સોશિયલ મીડિયા પર કોંગ્રેસનું અભિયાન એક જ વખતમાં પ્રતિદ્વંદી પાર્ટીઓનાં હેશટેગને પછાતા ટોપનું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. 

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે 25 નવેમ્બરે મુખ્યમંત્રી વસુંધરા રાજેનાં ગઠ ઝાલાવાડથી 'झूठ पर चोट, सच को वोट' અભિયાનની શરૂઆત કરી હતી. તેમનાં વિસ્તારમાં કોંગ્રેસ પહેલા પણ અલગ હેશટેગથી આ અભિયાન અનોખા અંદાજમાં ચલાવી ચુકી છે. તેની સફળતા જોઇને મતદાન પહેલા પાર્ટીએ ફરી એકવાર આ પદ્ધતી અપનાવી છે. ઝાલાવાડનાં એક નેતાએ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર રાજનીતિક દ્રષ્ટીએ કોંગ્રેસનો પક્ષ ભારે છે અને ભાજપ તેનાં જવાબમાં કંઇ ખાસ કરી શકી નહી. 

સોશિયલ મીડિયા પર રાજનીતિક પ્રહારો બાદ ભાજપ પણ આ યુદ્ધમાં કુદી પડ્યું છે. ભાજપ સમર્થકો તે જ અંદાજમાં કોંગ્રેસને જવાબ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, વાત જનતાને સારી રીતે ખબર છે કે કોને વોટ આપવો અને કોને ચોટ. સોશિયલ મીડિયામાં પ્રચાર સામગ્રીની મતદાન પર અસર થાય છે કે તેમ. તે જોવું ખુબ જ રોચક હશે. રાજસ્થાનમાં મતદાન 7 ડિસેમ્બરે થવાનું છે. મતગણત્રી 11 ડિસેમ્બરે થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news