Corona Update: આ રાજ્યમાં કોરોનાના ભયંકર પ્રકોપથી સરકાર ચિંતિત, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસ
દેશમાં મોટાભાગના રાજ્યોમાં નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે 5 રાજ્યો એવા છે જેમાંથી કુલ કેસના 85 ટકા કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona) ના કેસમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 36,571 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 58 ટકા જેટલા નવા કેસ તો એકલા કેરળમાંથી મળી આવ્યા છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે 5 રાજ્યો એવા છે જેમાંથી કુલ કેસના 85 ટકા કેસ નોંધાયા છે.
36,571 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 36,571 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 540 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશમાં હાલ 3,63,605 દર્દીઓ સારવાર હેઠળ છે. જે છેલ્લા 150 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ વધીને 97.54 ટકા થયો છે.
COVID19 | India registers 36,571 new cases in the last 24 hours; Active caseload stands at 3,63,605; lowest in 150 days. Recovery rate increases to 97.54%: Ministry of Health and Family Welfare pic.twitter.com/wuTcljM2Sw
— ANI (@ANI) August 20, 2021
આ 5 રાજ્યોમાં સૌથી વધુ કેસ
સૌથી વધુ કોરોના કેસની વાત કરીએ તો કુલ કેસના 85 ટકા જેટલા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. જેમાં કેરળ 21,116 કેસ સાથે સૌથી ઉપર છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,225 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત તમિલનાડુમાં 1702, આંધ્ર પ્રદેશમાંથી 1501 અને કર્ણાટકમાંથી 1432 નવા કેસ નોંધાયા છે.
કોરોનાથી થતા મોત મામલે પણ કેરળ સૌથી ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 540 લોકોના ભોગ લીધા. જેમાંથી 197 મોત કેરળમાં નોંધાયા છે. આ બાજુ મહારાષ્ટ્રમાં કોરોનાએ 154 લોકોનો ભોગ લીધો.
COVID19 | Total number of samples tested up to 19th August is 50,26,99,702 including 18,86,271 samples tested yesterday: Indian Council of Medical Research pic.twitter.com/0ai85ScvJT
— ANI (@ANI) August 20, 2021
18 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ 50,26,99,702 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાંથી 18,86,271 ટેસ્ટ ગઈ કાલે થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે