Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોનાના કેસમાં બુલેટ ગતિથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસમાં બુલેટ ગતિથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 58,097 કેસ નોંધાયા હતા. હાલ ડેઈલી પોઝિટિવિટી રેટ 6.43% એ પહોંચ્યો છે. કોરોનાને કાબૂમાં કરવા માટે રસીકરણ પણ પૂરપાટ ઝડપે થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 148.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

કોરોનાના નવા 90 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે. 

— ANI (@ANI) January 6, 2022

ઓમિક્રોનના કેસ 2,630 થયા
ઓમિક્રોનના વધતા કેસે પણ દેશની ચિંતા વધારી છે. ખુબ ચેપી ગણાતા ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ વધીને 2,630 થયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. કોરોનાનો આ વેરિએન્ટ હવે 26 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ, દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું જોખમ જોતા કેન્દ્ર સરકારે પણ રાજ્યોને તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. વિભિન્ન રાજ્ય સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news