દિલ્હીમાં કોરોનાએ ડરાવ્યા, 24 કલાકમાં બમણા થયા કેસ, પોઝિટિવિરેટ પણ વધ્યો

દિલ્હીમાં કોરોનાના મામલે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં 1934 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાતના લગભગ આઠ વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સંક્રમણ દર 8.10 ટકા નોંધાયો છે. 24 કલાકમાં 23879 સેમ્પલની તપાસ કરવામાં આવી. 

દિલ્હીમાં કોરોનાએ ડરાવ્યા, 24 કલાકમાં બમણા થયા કેસ, પોઝિટિવિરેટ પણ વધ્યો

COVID 19 Cases In Delhi: દિલ્હીમાં કોરોનાના મામલે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં 1934 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાતના લગભગ આઠ વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સંક્રમણ દર 8.10 ટકા નોંધાયો છે. 24 કલાકમાં 23879 સેમ્પલની તપાસ કરવામાં આવી. 

દિલ્હીમાં નવા મામલાની સાથે કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 19,27,394 થઇ ગઇ છે અને મૃતક સંખ્યા 26,242 પર બનેલી છે. 

શહેરમાં બુધવારે 928 નવા કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 7.08 ટકા નોંધાયો છે. તો બીજી તરફ મંગળવારે 7.22 ટકા સંક્રમણ દર સાથે 1,383 નવા કેસ નોંધાયા છે. 

બેકાબૂ કોરોનાને કાબૂમાં લેવા બનાવ્યો આ પ્લાન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે દેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સેક્રેટરીની સાથે મળીને કોરોના વાયરસના કેસ પર દેશ અને દુનિયાભરના કેસની અપડેટ લીધી. ગ્લોબલ આંકડાને જોયા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે દેશમાં કોરોના વયરસના કેસની જીનોમ સીક્વેંસિંગ વધારવામાં આવે. સાથે જ એવા જિલ્લામાં દેખરેખ વધારવામાં આવે, જ્યાંથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અત્યારે ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક
આજે થયેલી સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીની સાથે એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા પણ હાજર હતા. જેમનો કાર્યકાળ આજે જ 3 મહિના માટે વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારના પ્રિંસિપલ સાઇન્ટિફિક એડવાઇઝર ડોક્ટર અજય સૂદ, આયુષ સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા, એનસીડીસી એટલે કે સંક્રમિત બિમારીઓના વિભાગના ડાયરેક્ટર ડો સુજીત સિંહ અને કોરોના વાયરસ વેક્સીન ટાસ્ક ફોર્સના હેડ ડો.એનકે અરોરા પણ મીટિંગમાં હાજર રહ્યા. 

શું આવી ગઇ છે ચોથી લહેર? 
ભારતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા અત્યારે 83,990 છે. ગુરૂવારે 13,313 કેસ નોંધાયા છે. ગત 1 મહિનાથી કોરોના વાયરસના કેસ 10,000થી ઉપર જ જતા રહ્યા છે. જ્યારે પહેલાં આ કેસમાં ઘણો ઘટાડો આવ્યો હતો. જોકે તેને કોરોના વાયરસની ચોથી લહેર ગણૅવામાં આવી રહી નથી, પરંતુ વધતા જતા કેસ પર લગામ લગાવવાને લઇને સરકારની ચિંતા સ્પષ્ટ જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news