કોરોના: આગામી 90 દિવસ એકદમ મહત્વપૂર્ણ, સ્વાસ્થ મંત્રાલયે કહી આ વાત
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો આવી રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan)એ જણાવ્યું કે ભારતમાં રિકવરી રેટ 80 ટકાને પાર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણના કેસ મામલે સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)ની ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર આગામી ત્રણ મહીના ખૂબ પડકારજનક રહી શકે છે. શિયાળામાં કોરોના વાયરસ વધુ ધાતક બની શકે છે. એટલું જ નહી દેશમાં તહેવારની સિઝન શરૂ થઇ ચૂકી છે. એવામાં સંક્ર્મણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.
જોકે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો આવી રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan)એ જણાવ્યું કે ભારતમાં રિકવરી રેટ 80 ટકાને પાર પહોંચી ગયો છે અને અત્યાર સુધી 44.9 લાખ કોરોના દર્દી સારવાર બાદ સાજા થયા છે. આ દુનિયાભરમાં રિકવરી દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. સચિવ રાજેશે જણાવ્યું કે આજે 1 લાખથી વધુ દર્દીઓની રિકવરી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે વિશ્વના કુલ કોરોના કેસ 22.4 ટકા અમેરિકામાં, 17.7 ટકા ભારતમાં અને 14.5 ટકા બ્રાજીલમાં છે. જ્યારે વિશ્વની કુલ રિકવરીમાં ભારતનો 19.5 ટકા છે. તેમાં અમેરિકા 18.6 ટક સાથે બીજા નંબર પર અને 16.8 ટકા સાથે બ્રાજીલ ત્રીજા નંબર પર છે.
આગામી ત્રણ મહિના મોટો પડકાર
દેશમાં મંગળવારે કોરોનાનો આંકડો 55 લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઝડપથી વધી રહેલા આંકડા પર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયના અનુસાર આગામી ત્રણ મહિના મોટો પડકાર રહેશે. શિયાળામાં વાયરસ વધુ ઘાતક થઇ શકે છે. એટલું જ નહી આગામી દિવસોમાં તહેવારની સિઝન છે તે સમયે સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે