લાલુ જશે જેલ, દેવઘર ટ્રેઝરી કેસમાં સાડાત્રણ વર્ષની સજા અને પાંચ લાખ રૂ.નો દંડ

સીબીઆઈના વિશેષ ન્યાયધિશ શિવપાલ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જ પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

લાલુ જશે જેલ, દેવઘર ટ્રેઝરી કેસમાં સાડાત્રણ વર્ષની સજા અને પાંચ લાખ રૂ.નો દંડ

રાંચી : ચારા ગોટાળા સાથે જોડાયેલા દેવઘર કોષાગારમાંથી 89,27,00.000 રૂ. ગેરકાયદેસર રીતે કાઢવાના મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સાડાત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ 5 લાખ રૂ.નો દંડ કરાયો છે. આ સિવાય બીજા દોષી ફુલચંદ સિંહ, મહેશ પ્રસાદ, બેક જુલિયસ, સુનીલ કુમાર, સુશીલ કુમાર, સુધીર કુમાર અને રાજારામને સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ લાખ રૂ.નો દંડ કરાયો છે. 

વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી
નિર્ણય પહેલાં તમામ દોષી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અદાલતી કાર્યવાહીમાં શામેલ થયા. સીબીઆઈના વિશેષ ન્યાયધિશ શિવપાલ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જ પોતાનો નિર્ણય જણાવ્યો હતો. લાલુપ્રસાદ યાદવ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર નિષાદ, આર.કે.રાણા, ધ્રુવ ભગત, મહેશ પ્રસાદ અને બેક જુલિયસ વગેરેનો આરોપીઓમાં સમાવેશ થતો હતો. આ પહેલા ચાઇબાસા ટ્રેઝરીમાંથી 37,70,00,000 રૂ. ગેરકાયદેસર રીતે કાઢવા માટે આ તમામ આરોપીઓને સજા થઈ ચૂકી છે.

— ANI Digital (@ani_digital) January 6, 2018

સજાના આફ્ટરશોક
લાલુને સજા ફટકારવામાં આવી એ પછી લોકોના પ્રતિભાવો આવવા લાગ્યા છે. લાલુએ હવે જામીન માટે હાઇકોર્ટ જવું પડશે. બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે ન્યાયતંત્રએ તેમની ફરજ નિભાવી છે. અમે હવે સજાનો અભ્યાસ કર્યા પછી હાઇકોર્ટમાં જઇશું અને જામીન માટે અરજી કરીશું. કોર્ટના ચુકાદા પર જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે અમે કોર્ટના આ ફેંસલાને આવકારીએ છીએ. બિહારના રાજકારણમાં આ એક ઐતિહાસિક ચુકાદો છે. આજે એક પ્રકરણનો અંત આવ્યો છે.

— ANI (@ANI) January 6, 2018

— ANI (@ANI) January 6, 2018

ઓછી સજાની કરાઈ હતી માંગણી
લાલુ પ્રસાદ યાદવ હાલ બિરસા મુંડા જેલમાં કેદ છે. અહીંથી તેઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની કાર્યવાહી માટે રજુ કરાયા હતા. ચુકાદા અગાઉ લાલુ પ્રસાદ યાદવે નબળા સ્વાસ્થ્યનું કારણ બતાવીને સજા ઓછી આપવાની વિનંતી કોર્ટ સમક્ષ કરી હતી. વકીલે કહ્યું હતું કે,લાલુ પ્રસાદ યાદવ ડાયાબિટીસ સહિતની બીમારીઓથી પિડાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તેઓને જેલમાં લાંબા સમય સુધી રાખવા યોગ્ય નથી. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, લાલુને સજા મળી છે જ્યારે જગન્નાથ મિશ્રને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેસમાં લાલુ એક વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. 

શું હશે ભવિષ્યની રણનીતિ?
બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને લાલૂ પ્રસાદ યાદવની પત્ની રાબડી યાદવ આજે બપોરે પોતાના પાર્ટીની આગળની રણનીતિ તૈયાર કરવા માટે બેઠક કર હતી જેમાં પરિવાર સહિત અન્ય કેટલાક નજીકના નેતાઓ તેમજ લાલુના બંને દીકરાઓ તેજપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે ભાગ લીધો હતો. રાજ્યસભા સાંસદ અને લાલૂની સૌથી મોટી દીકરી મીસા યાદવ પણ પાર્ટીની ભાવી રણનીતિ પર ચર્ચા કરી હતી. કમાણી કરતા વધારે સંપત્તિ હોવાના, મની લોન્ડ્રિંગ અને પોતાની સત્તાનો દુરૂપયોગ કરવા માટે લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં પરિવાર પર કેસ ચાલી રહ્યાં છે ત્યારે કોર્ટના નિર્ણય પછી રણનીતિ ઘડવાનું જરૂરી બની જાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news